મહેસાણા : તસ્કરો રાત્રી દરમિયાન ઘરમાં પ્રવેશી રોકડ રકમ સહિત કુલ રૂપિયા 1 લાખ 87ની ચોરી કરી ફરાર થઇ ગયા

0
5

મહેસાણા શહેરોમાં આવેલા સોમનાથ રોડ પરની એક સોસાયટીમાં રાત્રી દરમિયાન પરિવાર પોતાના ઘર બહાર ખુલ્લામાં સુઈ રહ્યો હતો. તે દરમિયાન તસ્કરો રાત્રી દરમિયાન ઘરમાં પ્રવેશી રોકડ રકમ સહિત કુલ રૂપિયા 1 લાખ 87ની ચોરી કરી ફરાર થઇ ગયા છે.

સોનાનો સેટ, બુટ્ટી તેમજ અન્ય દાગીના અને રોકડ રકમની ચોરી થઇ

મહેસાણા શહેરમાં સોમનાથ રોડ પર આવેલી સોમેશ્વર કુંજ સોસાયટીમાં રહેતો પરિવાર રાત્રી દરમિયાન ગરમીથી રાહત મળે એ માટે ઘરની બહાર સુતા હતા. ત્યારે ઘરના પાછળના ભાગે લોક મારેલું હતું. જ્યાં રાત્રી દરમિયાન તસ્કરોએ ચોરી કરી હતી. જેમાં વહેલી સવારે જ્યારે પરિવાર ના સભ્યો ઉઠ્યા ત્યારે ઘરના પાછળના દરવાજા અને રસોડાનો દરવાજો ખૂલો જોતા ચોકી ઉઠ્યા હતા. જે તેમજ બેડરૂમની બારીની લોખંડની ગ્રીલ તોડેલી હતી. તેમજ બેડરૂમમાં સૂટકેસ અને લોખંડની પેટી મુકેલી હતી. જેમાં સોનાનો સેટ, બુટ્ટી તેમજ અન્ય દાગીના અને રોકડ રકમ 40 હજાર મળી કુલ રૂ.1 લાખ 89 હજારની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

લોખંડની પેટી અને સુટકેસ ખેતરોમાંથી મળ્યા

રાત્રી દરમિયાન ઘરના દરવાજાના લોક તોડી ચોરી ઘરમાં પડેલી લોખંડની પેટી અને સુટકેસ ઉઠાવીને લઇ જઇને ઘરના પાછળ આવેલા અવાવરું જગ્યા પર સમાન વેરવિખર કરી પેટી સુટકેસ ત્યાં મૂકી ફરાર થયા હતા. જે બાદમાં પરિવારે મહેસાણા એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here