Wednesday, September 29, 2021
Homeમહેસાણા : મોટી દાઉ ગામમાં વીજ કરંટથી બે ગાયોના મોત
Array

મહેસાણા : મોટી દાઉ ગામમાં વીજ કરંટથી બે ગાયોના મોત

મહેસાણા તાલુકાના મોટી દાઉ ગામમાં વીજ કરંટ લાગવાથી બે પશુઓના મોત નીપજ્યા હતા. રાત્રી દરમિયાન રોડ પાસે બેસેલી ગયો થાંભલે અડી જતા બંનેના ત્યાં જ મોત થતા GEB અને કંટ્રોલ રૂમમાં જાણ કરાઈ હતી.

મહેસાણા જિલ્લામાં ગઈ કાલ મોડી સાંજે ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જોકે વરસાદી માહોલ વચ્ચે મહેસાણા તાલુકામાં આવેલા મોટી દાઉ ગામમાં રહેતા રબારી સંભૂભાઈની બે ગાયો ઘર પાસે આવેલા વીજ પોલ પાસે બેસેલી હતી. રાત્રી દરમિયાન નવ વાગ્યાના આસપાસ વીજ પોલમાં કરંટ ઉતરતા પોલની પાસે બેસેલી બે ગયોના ત્યાંને ત્યાંજ મોત નીપજ્યા હતા. ત્યારબાદ પશુપાલકે સમગ્ર મામલે GEB અને સ્થાનિક કંટ્રોલમાં આ મામલે જાણ કરી હતી. આજે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ હતી.

ચોમાસા દરમિયાન ખુલ્લા વીજવાયરો અને વીજળીના થાંભલાઓ માં કરંટ કરવાને કારણે ચોમાસા દરમિયાન પશુઓ અને માણસોના ક્યાંકને ક્યાંક મોજ નિપજતા હોય છે જોકે તંત્ર દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જ્યાં રહેણાક વિસ્તાર હોય અને જ્યાં પબ્લિકની અવરજવર હોય તેવા વિસ્તારોમાં આવતા વીજ પોલ પર સુરક્ષાકવચ લગાવવાથી અનેક પશુઓ અને માણસો કરંટ લાગવાથી બચી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments