Monday, September 20, 2021
Homeમહેસાણા : ડાભલા ચાર રસ્તા પર ઇકો કારચાલકે અડફેટે લેતાં વસઈની બે...
Array

મહેસાણા : ડાભલા ચાર રસ્તા પર ઇકો કારચાલકે અડફેટે લેતાં વસઈની બે મહિલાનાં ઘટનાસ્થળે જ મોત

મહેસાણા જિલ્લાના ડાભલા ચાર રસ્તા પર આજે(બુધવાર) સવારે મજૂરીએ જઇ રહેલી મહિલાઓને ઇકો કાર(GJ019 AM0978) ચાલકે અડફેટે લેતા મહિલાઓ રોડ ઉપર પટકાઇ હતી, જેમાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં બે મહિલા હંસાબેન નટવરલાલ પરમાર(ઉં.વ.55) અને ખેમીબેન નારણભાઈ પરમાર(ઉં.વ.60) ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.

આ બનાવની જાણ થતાં ગ્રામજનો હાઇવે પર દોડી આવ્યા હતા.
આ બનાવની જાણ થતાં ગ્રામજનો હાઇવે પર દોડી આવ્યા હતા.

આ બનાવની જાણ થતાં ગ્રામજનો હાઇવે પર દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ત્યાર બાદ બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વિજાપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બન્ને મૃતક મહિલાઓ વસઈની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments