મહેસાણા: 15 બેઠકો માટે વર્ધમાન વિદ્યાલયમાં મતદાન શરૂ, ઉમેદવારો અને મતદારો મતદાન મથકે પહોંચ્યા

0
6

વાર્ષિક રૂ.5800 કરોડનું ટર્નઓવર ધરાવતી મહેસાણાની દૂધસાગર ડેરીની 15 બેઠકો માટે આજે મતદાન થઇ રહ્યું છે. મહેસાણાની વર્ધમાન વિદ્યાલયમમાં મતદાન શરૂ કરવામાં આવ્યું છે. 15 બેઠકો માટે વિપુલ ચૌધરી અને અશોક ચૌધરીની પેનલો સહિત 41 ઉમેદવારો મેદાનમાં છે. 9 વાગ્યાથી મતદાન શરૂ થતાં ઉમેદવારો અને મતદારો મતદાન મથકે પહોંચી રહ્યાં છે.

કોર્ટના હુકમ બાદ સિદ્ધપુરની બેઠકમાં બે ઉમેદવાર વધ્યા

ડેરીની ચૂંટણીમાં રવિવાર સુધી 39 ઉમેદવારો મેદાનમાં હતા. જ્યારે સોમવારે હાઇકોર્ટમાં સિદ્ધપુર તાલુકાની નાગવાસણા અને દસાવાડા દૂધ મંડળીના ઉમેદવારોએ કરેલ રિટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં કોર્ટે બંને ઉમેદવારોને ચૂંટણી લડવા સંમતી આપી છે. જેથી ઊંઝા-સિદ્ધપુર બેઠકમાં બે ઉમેદવારો ઉમેરાતાં હવે ચાર ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જેના કારણે તંત્રએ આ ઉમેદવારોને પ્રતીક ફાળવણી કરી બેલેટ પેપર પણ નવા છપાવવા પડ્યા હતા.

7 બુથોમાં મતદારોએ એક મત, જ્યારે 4 બુથોમાં બે મત આપવાના રહેશે

આ ચૂંટણીમાં 11 મતદાન બુથો પૈકી 7 બુથોમાં મતદારોએ એક મત આપવાનો રહે છે. જ્યારે માણસા, વિજાપુર, વિસનગર અને વડનગર-ખેરાલુ -સતલાસણાની બે-બે બેઠકો હોવાથી 4 બુથોમાં મતદારોએ બે-બે મત આપવાના રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here