મહેસાણા : કોરોના કેસની સાથે મોતનો આંકડો 40 ટકા સુધી ઘટ્યો

0
2

ઉત્તર ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી કોરોનાના કેસની સંખ્યામાં ધીમે ધીમે ઘટાડો નોંધાઇ રહ્યો છે. સૌથી મોટી રાહતની વાત એ છે કે કેસની સાથે મોતનો આંકડો પણ 40 ટકા સુધી ઘટ્યો છે. મે મહિનાના 24 દિવસમાં મહેસાણા અને વિસનગરમાં કુલ 466 મૃતકોના કોરોના ગાઇડ મુજબ અંતિમ સંસ્કાર થયાં છે. જેમાં 1 થી 12 મે સુધીમાં 326 (70 ટકા), જ્યારે 13 થી 24 મે સુધીમાં 140 (30 ટકા) અંતિમ સંસ્કાર થયાં હતાં.

પાટણ જિલ્લામાં સિદ્ધપુર સિવાયના સ્મશાન ઘરમાં 15 દિવસ પહેલાં રોજ 80 અંતિમવિધિ થતી હતી, જેમાં 15-16 કોરોના અંતર્ગત થઈ હતી. જ્યારે છેલ્લા અઠવાડિયામાં 42 અંતિમવિધિ થઈ છે, જેમાં 5-6 જ કોરોના પ્રોટોકોલ મુજબ થઇ છે. જે સરેરાશ 40 ટકા જેટલો ઘટાડો સૂચવે છે. પાટણ ખાતે હિન્દુ સ્મશાન ભૂમિમાં છેલ્લા 15 દિવસમાં 25 અને છેલ્લા સપ્તાહમાં 12 અંતિમવિધિ થઈ હતી, જેમાં 6 કોરોના હતી. પદ્મનાભ સ્મશાન ગૃહમાં 15 દિવસ પહેલાં 15 અને છેલ્લા અઠવાડિયામાં 7 અંતિમવિધિ કરાઇ, જેમાં 4 કોરોના અંતર્ગત હતી. હારિજ સ્મશાનભૂમિમાં 15 દિવસમાં 15 મૃતકની અંત્યેષ્ઠી કરાઇ હતી, જ્યારે છેલ્લા અઠવાડિયામાં 10 પૈકી કોરોના અંતર્ગત છે. રાધનપુરમાં 15 દિવસ અગાઉ 16 અંતિમવિધિ, જ્યારે છેલ્લા અઠવાડિયામાં 10 અંતિમવિધિ થઇ, જેમાં 5 કોરોના અંતર્ગત છે. જ્યારે સાબરકાંઠા જિલ્લામાં તા. 3 થી 17 મે દરમિયાન 278 તેમજ 18 થી 24 મે દરમિયાન 103 મૃતકોનાં અગ્નિ સંસ્કાર કોરોના પ્રોટોકોલ મુજબ કરાયાં હતાં.

મહેસાણા : મેના 24 દિવસમાં કેસ, રિકવરી અને મૃત્યુ
તા. કેસ સાજા મૃત્યુ
1 431 416 39
2 498 426 38
3 450 391 29
4 476 462 29
5 488 506 21
6 498 303 36
7 493 368 20
8 518 408 24
9 498 434 25
10 377 543 18
11 399 463 15
12 280 494 22
13 147 427 11
14 336 508 8
15 174 432 5
16 196 538 10
17 110 0 11
18 185 0 12
19 71 427 11
20 104 629 9
21 61 723 12
22 100 575 11
23 53 357 11
24 37 269 15
કુલ 1574 4885 140

મહેસાણા જિલ્લામાં 24 દિવસમાં 6980 કેસની સામે 10099 દર્દીઓ સાજા થયા
મહેસાણા જિલ્લામાં મે મહિનામાં પ્રથમ 12 દિવસમાં 5406 અને છેલ્લા 12 દિવસમાં 1574 કેસ નોંધાયા હતા. એટલે કે પ્રથમની તુલનાએ બીજા 12 દિવસમાં 29 ટકા કેસ ઘટ્યા છે. એજ પ્રમાણે પ્રથમ 12 દિવસમાં 5214 અને છેલ્લા 12 દિવસમાં 4885 દર્દી સાજા થયા હતા. એટલે કે પ્રથમની તુલનાએ બીજા 12 દિવસમાં રિકવરી દર 93 ટકા રહ્યો છે. જિલ્લામાં મે મહિનાના 24 દિવસમાં કુલ 6980 કેસની સામે 10,099 દર્દી સાજા થયા એટલે કે રિકવરી દર 144 ટકા રહ્યો હતો. જેમાં તા.1 થી 12 મે દરમિયાન કેસની સામે સાજા થવાનો દર 96.44 ટકા હતો, જે તા.13થી 24માં વધીને 310 ટકા થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here