Saturday, April 20, 2024
Homeમહેસાણાની તસ્લિમ મીરે ઇન્ડોનેશિયામાં અંડર-15માં બેન્ડમિન્ટ ચેમ્પિયન બની, ગોલ્ડ મેડલ મેળવ્યો
Array

મહેસાણાની તસ્લિમ મીરે ઇન્ડોનેશિયામાં અંડર-15માં બેન્ડમિન્ટ ચેમ્પિયન બની, ગોલ્ડ મેડલ મેળવ્યો

- Advertisement -

મહેસાણાની તસ્લિમ મીરે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. બેડમિન્ટન ખેલાડી તસ્મિલમ મીર ઇન્ડોનેશિયામાં અંડર-15માં બેડમિન્ટન ચેમ્પિયન બની છે. તસ્લિમ મીરે ગોલ્ડ મેડલ મેળવી મહેસાણાનું ગૌરવ વધાર્યું છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કર્યું છે.

  • બેડમિન્ટન ખેલાડી તસ્લિમ મીર બની ચેમ્પિયન
  • ઇન્ડોનેશિયામાં અંડર-15માં બની બેડમિન્ટન ચેમ્પિયન
  • ગોલ્ડ મેડલ મેળવી મહેસાણાનું ગૌરવ વધાર્યું

બોલીવુડની ફિલ્મ દંગલ જેના પરથી બની છે તે મહાવીર ફોગટની જેમ મહેસાણાના મુસ્લિમ હેડ કોન્સ્ટેબલે પોતાની પુત્રીને માત્ર પાંચ વર્ષની ઉંમરથી પોતાનુ સ્વપ્ન પુરુ કરવા બેડમિન્ટન રમતી કરી હતી. જેના ફળ સ્વરૃપે આજે આ 16 વર્ષની તસ્લિમે મહેસાણા અને સમગ્ર દેશનું નામ આંતરાષ્ટ્રીય સ્તરે રોશન કરી ઇન્ડોનેશિયામાં અંડર-15માં બેડમિન્ટન ચેમ્પિયન બની છે.

તસ્લીમના પિતા અને તેના કોચ ઈરફાન મીર પોતે પણ બેડમિન્ટમાં નેશનલ ચેમ્પીયન રહી ચુક્યા છે પણ તેઓ ઈન્ટરનેશનલ લેવલે પહોંચ્યા ન હતા. જેથી તેમણે આ સ્વપ્ન તેમની પુત્રીમાં સેવ્યું હતું અને તસ્લીમ જ્યારે પાંચ વર્ષની હતી ત્યારથી જ તેને બેડમિન્ટન રમતી કરી હતી. આજે તેણે પિતાનું સ્વપ્ન પુરુ કર્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular