દેશની રન ફોન સોલ્જર થીમની 42 કિમીની મેરેથોન દોડમાં મહેસાણાના બે સ્પર્ધકો દેશમાં પ્રથમ બેની રેન્કમાં પહોંચ્યા

0
6

દર વર્ષની જેમ ચાલુ સાલે રન ફોર સોલ્જર થીમ પર અદાણી ગૃપ દ્વારા 5, 10, 21 અને 42 કિલોમીટરની મેરેથોન દોડનું આયોજન કરાયું છે. દર વર્ષે માત્ર અમદાવાદમાં થતી આ સ્પર્ધા ચાલુ સાલે કોરોનાની પરિસ્થિતિના દરેક જિલ્લા મથકે યોજાઇ રહી છે. મહેસાણામાં રવિવારે આ સ્પર્ધા શહેરની એન.જી.સ્કૂલથી સવાલા વચ્ચે યોજાઇ હતી. જેમાં 47 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

42 કિલોમીટરની મેરેથોન મહેસાણાના ડૉ.નિર્ભય દેસાઇએ 3 કલાક 34 મિનિટ અને 46 સેકન્ડમાં પૂરી કરતાં તેઓ દેશમાં પ્રથમ રેન્કમાં રહ્યા છે. જ્યારે આ જ મેરેથોન જશપાલ ચૌધરીએ 3 કલાક 50 મિનિટ અને 20 સેકન્ડમાં પૂરી કરતાં ઓપન કેટેગરીમાં દેશમાં બીજા રેન્કમાં રહ્યા છે. જ્યારે 40થી વધુ ઉંમરની કેટેગરીમાં પ્રથમ રેન્કમાં છે. જ્યારે ત્રીજા સ્પર્ધક ભરતભાઇ ચૌધરીએ આ મેરેથોન 4 કલાક 40 મિનિટમાં પૂરી કરી હતી.

મક્કમ મનોબળે મેરેથોનમાં ફર્સ્ટ રેન્ક મળ્યો

આ અગાઉ મે રન ફોર સોલ્જરમાં 3 વખત 21 કિલોમીટરની હાફ મેરેથોનમાં ભાગ લીધો હતો. પરંતુ મને સફળતા મળી ન હતી. છેલ્લી હાર સાથે 2019માં જ 42 કિલોમીટરની ફૂલ મેરેથોન પૂરી કરવાનો નિર્ણય લઇ લીધો હતો. આ માટે છેલ્લા 6 મહિનાથી દરરોજ 2 થી 2.30 કલાકની પ્રેક્ટીશ કરતો હતો. જેમાં એક દિવસ સાયક્લીંગ તો બીજા દિવસે દોડ રહેતી હતી. લોકડાઉનના કારણે ઘરે જ પ્રેક્ટીશ કરવી પડી હતી. મારા દ્દઢ મનોબળથી જ મેરેથોન પૂરી કરી શક્યો છું. : ડૉ.નિર્ભય દેસાઇ

મારી જીતનો આનંદ શબ્દોમાં નહીં વર્ણવી શકું

42 કિલોમીટરની મેરેથોનમાં એન્ડવેન્ચર માટે ભાગ લીધો હતો. આ માટે છેલ્લા 1 વર્ષથી રોજના 3 થી 4 કલાક પ્રેક્ટીશ કરી હતી. લોકડાઉનના સમયે ટ્રેનરે ઓનલાઇન તાલીમ આપી હતી. ઓપન કેટેગરીમાં 3 કલાક 50 મિનિટ અને 20 સેકન્ડમાં પૂરી કરેલી મેરેથોનથી દેશમાં બીજા રેન્કમાં આવ્યો છું, જ્યારે 40થી વધુ ઉંમરની કેટેગરીમાં સમગ્ર દેશમાં હાલ પ્રથમ રેન્કમાં છું. મારી જીતનો આનંદ શબ્દોમાં નહીં વર્ણવી શકું. પરંતુ એટલું કહીશ કે મેં જે વિચાર્યું હતું તેને પામી શક્યો છું. : જશપાલ ચૌધરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here