મેલેનિયા દિલ્હીમાં સ્કૂલના બાળકોને મળશે, કાર્યક્રમમાંથી મુખ્યમંત્રી કેજરીવાલ અને સિસોદિયાનું નામ હટાવાયું

0
31
NEW YORK, NY - APRIL 21: Republican presidential candidate Donald Trump sits with his wife Melania Trump while appearing at an NBC Town Hall at the Today Show on April 21, 2016 in New York City. The GOP front runner appeared with his wife and family and took questions from audience members. (Photo by Spencer Platt/Getty Images)

 અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પરિવાર સાથે 24 ફેબ્રુઆરીથી બે દિવસ માટે ભારત પ્રવાસે આવવાના છે. આ દરમિયાન પહેલાં તેઓ અમદાવાદની મુલાકાત લેશે. આખા શહેરમાં મોદી સાથે ટ્રમ્પના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ટ્રમ્પ હાઉડી મોદી કાર્યક્રમની જેમ અહીંના મોટેરા સ્ટેડિયમમાં નમેસ્ત ટ્રમ્પ કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારપછી ટ્રમ્પ, તેમની પત્ની મેલેનિયા, દીકરી ઈવાન્કા અને જમાઈ આગ્રામાં તાજમહેલની મુલાકાત લેશે.

અમેરિકાની ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ 25 ફેબ્રુઆરીએ દિલ્હીની એક સ્કૂલમાં હેપીનેસ ક્લામાં બાળકો સાથે મુલાકાત કરવાના છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હવે મેલેનિયાના આ કાર્યક્રમમાંથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાનું નામ હટાવી લેવામાં આવ્યું છે. આ પહેલાં આ બંને નેતાઓ મેલેનિયાની સાથે રહેવાના હતા. કારણકે આ સ્કૂલ દિલ્હી સરકાર અંતર્ગત આવે છે. આમ આદમી પાર્ટીએ કેન્દ્રના દબાણના કારણે બંને નેતાઓના નામ હટાવ્યા હોવાનો આરોપ છે.

આગ્રા: ટ્રમ્પ-મેલેનિયાના પોસ્ટર્સ, મોદીનું જવાનું નક્કી નહીં
અમદાવાદના કાર્યક્રમમાં સામેલ થયા પછી ટ્રમ્પ અને મેલેનિયા પરિવાર સાથે 24 ફેબ્રુઆરીએ સાંજે તાજમહેલ જોવા આગ્રા જશે. તે માટે ઉત્તર પ્રદેશ સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે. આખા શહેરમાં મોદી-ટ્રમ્પ, ટ્રમ્પ-મેલેનિયા અને અમેરિકન રાષ્ટ્રપતિને શુભેચ્છા તેવા પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. અમુક મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવે છે કે, ટ્રમ્પ દંપતી સાથે મોદી પણ આગ્રા આવવાના છે. જોકે હજી આ વિશે પુરતો ખુલાસો કરવામાં આવ્યો નથી. તે ઉપરાંત અધિકારીઓ દ્વારા પણ આ વિશેની કોઈ તૈયારી કરવામાં આવી નથી.

અમદાવાદ: મોદી-ટ્રમ્પના પોસ્ટર્સ, સાબરમતી આશ્રમમાં તૈયારીઓ
ગુજરાતમાં ટ્રમ્પ મુલાકાતની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. તેઓ અમદાવાદ એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધીના અંદાજે 11 કિમીમાં રોડ શો કરશે. ત્યારપછી નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં સામેલ થશે. અહીં અંદાજે 1 લાખ લોકો પહોંચવાની શક્યતાઓ છે. ટ્રમ્પ સાબરમતી આશ્રમ પણ જશે. અહીં એક અધિકારીએ જણાવ્યું છે કે, અમારી પરંપરા પ્રમાણે, અમારા આશ્રમમાં અતિથિના સ્વાગત માટેની બધી તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here