સુરત : ચલથાણ સુગરમાં 80 કરોડનો પ્લાન્ટ છતાં પિલાણ ઓછું, સભાસદ રજૂઆત કરવા ગયા તો તગેડી મૂકાયા

0
14

પલસાણાઃ ચલથાણ વિભાગ ખાંડ મંડળીના સભાસદો જ્યારે મંડળીમાં લેખિત કે મૌખિક ફરિયાદ કરે તો તેને જવાબ આપવાના બદલે ઉદ્ધત વર્તન કરી કાઢી મુકવામાં આવતા હોવાની રાવ ઉઠી છે. તાજેતરમાં પણ લેખિતમાં પૂછેલ પ્રશ્નનો જવાબ પણ નહી મળતા 2 સભાસદોએ જિલ્લા કલેકટરને લેખિતમાં ફરીયાદ કરી છે.

એક બાજુ મોસમની માર અને વળી સુગર ફેકટરીની લાપરવાહી

ચલથાણ વિભાગ ખાંડ ઉત્પાદક મંડળીની સિઝન ચાલુ થયાના 4 મહિના થવા આવ્યા છતાં, હજુ પણ પિલાણ રિકવરી નહિ આવતા મંડળીના સભાસદો તેમજ ખેડૂતોમાં નારાજગી છે. એક બાજુ મોસમની માર અને વળી સુગર ફેકટરીની લાપરવાહીના કારણે સમય સર શેરડીનું કટિંગ નહિ કરતા શેરડીના વજનમાં ઘટાડો થતા ખેડૂતને ખોટનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી બાજુ નવા નકોર 80 કરોડના ખર્ચે મંડળીએ નાંખેલો પીલાણ પ્લાન્ટ ક્ષમતા કરતા ઓછું પીલાણ થવાના કારણે સફેદ હાથી સાબિત થયો છે. જુના પ્લાન્ટ કરતા પ્રતિ દિન 1 હજાર ટન શેરડીનું ઓછું પીલાણ ચાલુ સીઝનમાં થયું છે.

સભાસદ મંડળી આંખ આગળ આડા કાન કરે છે

થોડા થોડા દિવસે પ્લાન્ટ બંધ થઈ જતા શેરડીનું પીલાણ સંપૂર્ણ બંધ થઈ જતા શેરડીનું કટિંગ સમયસર થઈ શકતું નથી, જે અંગેની રજુઆત ખેડૂત સભાસદ મંડળીને વારંવાર કરવા જતાં આંખ આગળ આડા કાન કરે છે. 16 માર્ચના દિવસે આ અંગેની રજુઆત ચોર્યાસી તાલુકાના વક્તાણા ગામના ખેડૂત સભાસદ જીગર મહાદેવભાઈ નાયક જિલ્લાના મોટી સંખ્યામાં ચલથાણ મંડળીના સભાસદની સહી સાથેની ફરિયાદ જિલ્લા કલેકટર કચેરીમાં કરવામાં આવી હતી. જેમાં મંડળી દ્વારા ચાલુ સીઝનમાં સમયસર શેરડી નહિ કાપવાથી લઈ મંડળી દ્વારા ગેરરીતી આચરી બિન સભાસદોની શેરડી વહેલી પીલી નાખવાના આક્ષેપો કરવામાં આવતા મંડળી સંચાલકોમાં ખળભળાટ મચી ગયો છે.

ખેડૂતોને થતું નુકસાન અટકાવવાની અમારી માંગણી

સુગરના સભાસદોના પ્રશ્નો અંગે યોગ્ય સંતોષ કારક જવાબ અધિકારી આપતા નથી. ખેડૂતોને નુકશાન થઇ રહ્યું છે. જે અટકાવવાની અમારી માંગણી છે. આ બાબત ખાંડ નિયામકને પણ કરી છે. સોમવારે આજ મુદ્દે કલેક્ટરમાં નામ જોગ ફરિયાદ કરી છે.-ભૂષણ દેસાઈ, ચલથાણ સુગર સભાસદ

3 મહિના પૂર્વે કરેલી મંડળીને લેખિત ખુલાસા અંગે મંડળીએ જવાબ નહિ આપ્યો તેમજ રઘવાયેલો ખેડૂત સભાસદ જ્યારે મંડળીમાં ફરી રજૂઆત કરવા જતાં ઉદ્ધતાઈ પૂર્વકનું વર્તન કરી મંડળીમાંથી તગેડી મુકવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here