Tuesday, September 28, 2021
Homeસૂચિત્રા પિલ્લાઇ હેલ્લો મિની 3માં ભવિષ્યવેત્તાની રમત શરૂ કરી
Array

સૂચિત્રા પિલ્લાઇ હેલ્લો મિની 3માં ભવિષ્યવેત્તાની રમત શરૂ કરી

સૂચિત્રા પિલ્લાઇ હેલ્લો મિની 3માં ભવિષ્યવેત્તાની રમત શરૂ કરી રહી છે

~ હેલ્લો મિની ફ્રેંચાઇઝની સિઝન 322 એપ્રિલે લાઇવ થશે ~

તેની અગાઉની શ્રેણીઓને અસાધારણ પ્રતિસાદ મળ્યા પછી, એમએક્સ ઓરિજિનલ સિરીઝ હેલો મીની તેની ત્રીજી સીઝન સાથે પરત ફરી છે, ફક્ત આ વખતે બિનઅપેક્ષિત વળાંકવાળા વધુ રસપ્રદ પ્લોટની ખાતરી આપવામાં આવી છે. અર્જુન શ્રીવાસ્તવ દ્વારા દિગ્દર્શિત, મનોવૈજ્ઞાનિક થ્રીલર ચાહકો સમક્ષ દ્રષ્ટિકોણ રજૂ કરે છે, જે મીનીને તેના બધા અનુત્તર પ્રશ્નો વધુ નજીક લઇ જવામાં મદદ કરી શકે છે, તેમાંના એક છે ભવિષ્યવેત્તા અને સોલેસ કહેવાતા ખાનગી પંથના વડા કેડી મા સામે પ્રત્યક્ષ થાય છે, જેનુ પાત્ર સુચિત્રા પિલ્લઇ દ્વારા ભજવવામાં આવ્યુ છે.

અમે સુચિત્રા પિલ્લાઇને દિલ ચાહતા હૈમાં પ્રિયા તરીકે અથવા ફેશનમાં અવંતિકા તરીકે ઓળખીએ છીએ પરંતુ તેના નવીનતમ ઓટીટી આઉટીંગ સાથે આ અભિનેત્રી સંપૂર્ણ નવા અવતારમાં જોવા મળશે. તે પંથના અગ્રણી તરીકેના તેના પાત્ર વિશે અને શોમાં એક નવો ઉમેરો હોવા વિશે વાત કરે છે.

સુચિત્રા પિલ્લઇ કહે છે કે, “આ પ્રકારના મજબૂત અને ગતિશીલ પાત્રો જીવનકાળની એક વારની તક છે અને અભિનેતાઓને ચોક્કસ લઢણમાંથી છૂટા થવા માટે ખરેખર મદદ કરે છે. મને લાગે છે કે જ્યારે તમે તમારા કાર્ય દ્વારા આવા અનુભવો એકત્રિત કરો ત્યારે તે મહાન ચીજ બની જાય છે. કેડી મા એ એક પાત્ર છે જે માંગ્યા વિના પણ આદર અને ભક્તિની માંગ કરે છે. પાત્રનું ઘણું કામ ચહેરાના હાવભાવ પર આધાર રાખે છે. કપડાં, આચરણ, વિચારધારાઓ, દેખાવ – એ દરેક મારા પાત્ર માટે છે અને તેણીના પંથને જેમ જેમ અમે આગળ ચાલ્યા હતા તેમ બધી બાબતો વિશે વિચારવાની, રિહર્સલની અને સુધારો કરવાની જરૂરિયાત હતી. હું ફક્ત એટલું જ કહી શકું છું કે હેલો મીની 3ની સાથે દર્શકો આ વખતે ઘણા બધા રોમાંચથી ભરેલા અનુભવો માણશે. ”

આ સિઝનમાં રિવાનાહ (અનુજા જોશી)નું જીવન ડેની (મૃણાલ દત્ત) અને તેણી ફરી એક સાથે મળે છે ત્યારે તેનુ જીવન સામાન્ય બને છે અને તેણી સ્પેસ એજ ટેક્નોલોજીસમાં કામ શરૂ કરે છે. હિયા ચૌધરી વિશે રિવાનાહની યાદો ફરી શરૂ થાય છે અને તેના માતા-પિતાને તે સંતાપમાં મૂકી દે છે. તિસ્ટા (દર્શન વણિક)ના અચાનક મૃત્યુએ કે.ડી. મા/કામ્યાની દેવીની આગેવાની હેઠળના સંપ્રદાય જૂથ વિશેની સત્યતાને ઉજાગર કરવા દબાણ કર્યું છે, જે તેના દુષ્ટ હેતુઓ માટે રાજનેતાઓને ફસાવે છે. વિક્સીના નુકસાનનો બદલો લેવા વિરાટ (અભિનવ શર્મા) રિવાનાહ સાથે કાવતરું અને યોજનાઓ ઘડે છે ત્યારે રિવાનાહ છેવટે એ અજાણી વ્યક્તિ કોણ છે તે શોધી કાઢવા સમર્થ બનશે?

MX ઓરિજિનલ સિરીઝ હેલો મીની 3 માં અંશુલ પાંડે, વિભવ રોય, નિરીષા બાસેનેટ, અને વિક્રાંત કૌલ પણ છે અને તે ગોલ્ડી બહલના રોઝ ઓડિઓ વિઝ્યુઅલના સહયોગથી એપ્લાઉઝ એન્ટરટેઇનમેન્ટ દ્વારા નિર્માણ કરવામાં આવ્યુ છે અને તે નોવોનવીલ ચક્રવર્તીની ‘સ્ટ્રેન્જર ટ્રિલોજી’ પરથી લેવામાં આવી છે.

MX પ્લેયર પર 22 એપ્રિલથી હેલ્લો મિની 3ના દરેક એપિસોડ્ઝને જોવાનો આનંદ માણો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments