સુરત : પાલિકા દ્વારા જાહેરમાં થૂંકવા પર મેમો ફટકાર્યા, દંડ ન ભરે તો ઘરે જઈને વસૂલાત કરાશે

0
0

સુરતઃ અમદાવાદ, વડોદરા અને રાજકોટ બાદ સુરતમાં પણ જાહેરમાં થૂંકવા પર પાલિકા દ્વારા દંડની જોગવાઈ કરવામાં આવી છે. 15 ઓગસ્ટથી મેમો ફટકારવાની શરૂઆત કરવામાં આવી છે. અને દંડ ન ભરે તો વસૂલાત પાલિકા દ્વારા ઘરે જઈને કરવામાં આવશે.

સીસીટીવીમાં ઝડપાતા મેમો ફટકારાશે

મળતી માહિતી પ્રમાણે, 15 ઓગસ્ટથી પાલિકા દ્વારા જાહેર નોટીસ અમલમાં મૂકવામાં આવી છે. જેમાં જાહેરમાં થૂંકવા પર દંડની જોગવાઈ કરવામાં આવી છે. જાહેરમાં થૂંકવા પર 250 રૂપિયાનો દંડ રાખવામાં આવ્યો છે. પાલિકા દ્વારા જાહેર નોટીસમાં જણાવ્યું હતું કે, ચાલુ બાઈક કે કોઈપણ ચાલુ વાહન પરથી જાહેર રસ્તા પર થૂંકનાર કે પાન-માવાની પિચકારી કે ગુટકાનો મસાલો કે અન્ય કોઈ પણ પ્રકારનો કચરો ફેંકનાર કોઈ પણ સીસીટીવીમાં ઝડપાશે તો તેના પરથી વાહનના ચાલકને નોટીસના ભંગ બદલ વહીચાર્જ વસૂલવા પાત્ર થાય છે.

દંડ ન ભરે તો 1000 રૂપિયા દંડ

પાલિકા દ્વારા ફટકારવામાં આવેલો દંડ સાત દિવસમાં પાલિકા નાગરીક સુવિધા કેન્દ્ર અથવા પાલિકાની વેબસાઈટ પર ભરપાઈ કરવાનો રહેશે. અને જો નિયત સમય મર્યાદામાં દંડની રકમ ભરપાઈ કરવામાં નહીં આવે તો 1000 રૂપિયા દંડ પાલિકા ઘરે જઈને વસૂલાત કરશે.

જાહેર નોટીસ બાદ મેમો ફટકારાયાઃ ડેટ્યુટી કમિશનર

પાલિકાના ડેપ્યુટી કમિશનર આશીષ નાયકે જણાવ્યું હતું કે, જાહેર નોટીસ દ્વારા 15 ઓગસ્ટથી જાહેરમાં થૂંકવા પર દંડ વસૂલાત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 17 જેટલાને મેમો ફટકારવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here