Saturday, September 18, 2021
Homeયાદશક્તિ રાતોરાત જતી રહી : સવારે ઉઠીને નોકરીની જગ્યાએ સ્કૂલે જવાની તૈયારી...
Array

યાદશક્તિ રાતોરાત જતી રહી : સવારે ઉઠીને નોકરીની જગ્યાએ સ્કૂલે જવાની તૈયારી શરૂ કરી

અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં બનેલી એક વિચિત્ર ઘટનામાં 37 વર્ષના એક વ્યક્તિની યાદશક્તિ રાતોરાત જતી રહી છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે 37 વર્ષના ડેનિયલ પોર્ટર હિયરિંગ સ્પેશિયાલિસ્ટ છે. એક રાતે તેઓ રોજના ક્રમ પ્રમાણે સુવા ગયા હતા અને સવારે ઉઠ્યા ત્યારે તે કશું ઓળખી શક્યો નહોતો.  એટલે સુધી કે ડેનિયલ પોતાની પત્નીને પણ ઓળખી શક્યો નહોતો. ઓફિસની જગ્યાએ તેણે સ્કૂલે જવાની તૈયારી શરૂ કરી દીધી હતી.

તેની યાદશક્તિ 20 વર્ષ પાછળ જતી રહી હતી. મતબલ કે છેલ્લા 20 વર્ષમાં જે પણ ઘટનાઓ બની હતી તે ડેનિયલને યાદ નહોતી. તે પોતાની જાતને સ્કૂલનો વિદ્યાર્થી સમજી બેઠો હતો અને સ્કૂલે જવાની તૈયારી શરૂ કરી હતી. પોતાની પત્નીને પણ તે ઓળખી શક્યો નહોતો અને તેને લાગ્યુ હતુ કે, કોઈ મહિલા કિડનેપ કરીને લઈ આવી છે.

અરિસામાં પોતાની જાતને જોઈને ડેનિયલને હેરાની થઈ હતી કે, હું તો 17 વર્ષનો છું તો આટલો ઘરડો કેમ લાગુ છું.

ડેનિયલની પત્ની રૂથ અને 10 વર્ષની પુત્રીએ ડેનિયલને સમજાવવાની બહુ કોશિશ કરી હતી પણ ડેનિયલને કશું યાદ આવી રહ્યુ નહોતુ. ડેનિયલને તેની પત્ની તેના માતા પિતાને ત્યાં લઈ હતી. ડેનિયલને આ ઘર યાદ હતુ પણ તે 20 વર્ષની લાઈફ અંગે કશુ યાદ કરવા માટે સક્ષમ નહોતો.

ડોકટરોએ પહેલા તો કહ્યુ હતુ કે, આ શોર્ટ ટર્મ મેમરી લોસ છે અને 24 કલાકમાં ડેનિયલને બધુ યાદ આવી જશે પણ એક વર્ષ થયા પછી પણ ડેનિયલની યાદશક્તિ પાછી આવી નથી. ડોકટરોનુ કહેવુ છે કે, ઈમોશનલ સ્ટ્રેસના કારણે યાદ શક્તિ જતી રહી હોય તેવુ બની શકે છે.

જોકે આ ઘટનાના કારણે તેઓ પોતાની નોકરી ગુમનાવી ચુક્યા છે અને ઘર પણ વેચવુ પડ્યુ છે. હજી ડેનિયલની સારવાર ચાલી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments