Saturday, September 18, 2021
Homeજીવનશૈલીઉંમર વધવાની સાથે મહિલાઓમાં મેનોપોઝ અને પુરુષોને એન્ડ્રોપોઝ થાય છે

ઉંમર વધવાની સાથે મહિલાઓમાં મેનોપોઝ અને પુરુષોને એન્ડ્રોપોઝ થાય છે

 

મહિલાઓમાં મેનોપોઝ વિશે ઘણી વાતો થાય છે પરંતુ પુરુષોમાં એન્ડ્રોપોઝ વિશે ઘણા ઓછા લોકોને ખબર હોય છે. હકીકતમાં એન્ડ્રોપોઝ પુરુષોની જાતીય શક્તિ સાથે સંબંધિત છે તેથી તેના વિશે વાત નથી થતી. નિષ્ણાતોના અનુસાર, 40 વર્ષની ઉંમર બાદ દર વર્ષે પુરુષોના ટેસ્ટોસ્ટેરોનમાં 3% સુધીનો ઘટાડો થાય છે. ઉંમર વધવાની સાથે આ ઊણપનો સામનો થવો તે સામાન્ય વાત હોઈ શકે છે પરંતુ હવે ખરાબ જીવનશૈલીના કારણે પણ યુવાનો પણ સ્પર્મ કાઉન્ટની ઓછી સંખ્યાનો સામનો કરી રહ્યા છે. તેમજ 60 વર્ષની ઉંમર બાદ લગભગ 20% પુરુષો એન્ડ્રોપોઝનો સામનો કરે છે.70% પુરુષોમાં આ ઊણપની ખબર જ નથી પડતી. બ્રિટિશ પબ્લિક હેલ્થ સિસ્ટમના અનુમાનના અનુસાર, લગભગ એક હજારમાંથી 5 લોકો ટેસ્ટોસ્ટેરોનની ઊણપનો સામનો કરી રહ્યા છે.

એન્ડ્રોપોઝ અને મેનોપોઝમાં શું તફાવત છે
પુરુષોમાં થતી એન્ડ્રોપોઝની સમસ્યા મહિલાઓ કરતા ઘણી અલગ છે. મહિલાઓમાં મેનોપોઝ દરમિયાન એસ્ટ્રોઝન હોર્મન્સની ઊણપ થવા લાગે છે. તેમજ પુરુષોના શરીરમાં એક ઉંમર પછી ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સની ઊણપ થવા લાગે છે. ઉંમરની સાથે હોર્મોન્સ પણ ઘટવા લાગે છે. મહિલાઓમાં મેનોપોઝ 45-55ની ઉંમરમાં જોવા મળે છે, જ્યારે પુરુષોમાં 50થી 60 વર્ષની ઉંમરની વચ્ચે. હેલ્થલાઈનના આંકડાના અનુસાર, એડલ્ટ લાઈફ એટલે કે 20થી 30 વર્ષની ઉંમરની વચ્ચે ટેસ્ટોસ્ટેરોન સૌથી વધારે હોય છે, જે દર વર્ષે 1% ના દરે ઘટવાનું શરૂ કરે છે.

પુરુષોમાં એન્ડ્રોપોઝનું કારણ
ઉંમરની સાથે થતી આ સામાન્ય સમસ્યામાં ટેસ્ટોસ્ટેરોન ઘટવાની કન્ડિશનને હાઈપોગોનાડિઝ્મ કહેવામાં આવે છે. ડાયાબિટીસ, HIV, ફેફસાં સાથે સંબંધિત બીમારી, વધતી મેદસ્વિતા, વધારે સ્મોકિંગ, સ્ટ્રેસ અને ખાણીપીણીની ખરાબ આદતો પણ એન્ડ્રોપોઝ જલ્દી શરૂ થવાનું કારણ બની શકે છે. જર્નલ ઓફ યુરોલોજીમાં પ્રકાશિત રિસર્ચના અનુસાર, ઓછું ફેટવાળુ ખાવાનું ખાવાથી પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનની ઊણપ થઈ શકે છે. તેમજ ઈંગ્લેન્ડની ડરહમ યુનિવર્સિટીના રિસર્ચના અનુસાર, જે જગ્યાએ ઈન્ફેક્શનનું જોખમ વધારે રહે છે, ત્યાં યુવાન છોકરાઓમાં આગળ જઈને ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ઓછું થવાની આશંકા રહે છે.

ટેસ્ટોસ્ટેરોન લેવલ ઓછું હોય તેવા પુરુષોને કોરોનાનું જોખમ
ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના અનુસાર, પુરુષોના શરીરમાં ટેસ્ટોસ્ટેરોનની નોર્મલ રેન્જ 300થી 1 હજાર નેનોગ્રામ પ્રતિ ડેસીલીટર હોવું જોઈએ. પરંતુ જ્યારે ટેસ્ટોસ્ટેરોન લેવલ 300થી નીચે જતું રહે છે તો તેને ટેસ્ટોસ્ટેરોન લેવલની ઊણપની દૃષ્ટિએ જોવામાં આવે છે. ન્યૂ ઈંગ્લેન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે પુરુષોમાં ઓછા ટેસ્ટોસ્ટેરોન પર સર્વે કર્યો હતો. તેમાં કુલ 1,475 પુરુષોને સામેલ કરવામાં આવ્યા હતા, જેમની ઉંમર 35થી 60 વર્ષની વચ્ચે હતી. રિસર્ચમાં સામે આવ્યું કે, ઓછા ટેસ્ટોસ્ટેરોન લક્ષણવાળા લોકોમાં સેક્સની ઈચ્છા ઓછી હતી. વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના રિસર્ચના અનુસાર, જે પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ઓછું હોય છે તેમને કોરોનાથી ગંભીર ઈન્ફેક્શન થવાનું જોખમ વધારે હોઈ શકે છે.

ટેસ્ટોસ્ટેરોન રિપ્લેસમેન્ટ થેરપીથી ફાયદો
તે સમજવું અગત્યનું છે કે દરેક વ્યક્તિના શરીરમાં હોર્મોનલ ફેરફાર થાય છે. જો આ દરમિયાન તમે ઉદાસી અને એકલતા જેવી વસ્તુઓ મહેસૂસ કરી રહ્યા છો તો મદદ માટે ડૉક્ટર સાથે જરૂરથી વાત કરો. કેમ કે કેટલીક વાતોનું ઘ્યાન રાખીને આ સમસ્યાથી બચી શકાય છે. એન્ડ્રોપોઝ દરમિયાન ટેસ્ટોસ્ટેરોન રિપ્લસમેન્ટ થેરપી દ્વારા પણ તેના લક્ષણોમાં સુધારો કરી શકાય છે.

ટેસ્ટોસ્ટેરોન થેરપીથી હાર્ટ અટેકનું જોખમ ઓછું થઈ શકે છે
બોસ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના એક્સપર્ટના રિસર્ચના અનુસાર, જો પુરુષો ટેસ્ટોસ્ટોરોન હોર્મોન વધવાની સારવાર કરાવે છે તો તેમને હૃદયની બીમારીઓનું જોખમ ઘટી જાય છે. આ સ્ટડી ટેસ્ટોસ્ટોરોન થેરપીની સારવાર કરાવતા 255 પુરુષોની વચ્ચે થઈ. આ દરમિયાન પાંચ વર્ષ સુધી તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવામાં આવ્યું. રિસર્ચમાં જોવા મળ્યું કે, આ પુરુષોનું બેડ કોલેસ્ટેરોલનું સ્તર ઘટી ગયું અને ગુડ કોલેસ્ટેરોલનું સ્તર વધ્યું, જેનાથી હાઈપરટેન્શન અને કાર્ડિયોવાસ્ક્યુલર બીમારીનું રિસ્ક ઓછું થયું.

આટલી બાબતોનું ધ્યાન રાખવું

  • 50 વર્ષની ઉંમર બાદ પુરુષોએ તેમની હેલ્થને લઈને વધારે અલર્ટ રહેવું. ડાયટમાં કેલ્શિયમ, સપ્લિમેન્ટ્સ, આયર્ન અને ભાઈબરયુક્ત ફૂડ સામેલ કરવા જોઈએ.
  • કેલ્શિયમ હાડકાને મજબૂત બનાવવા અને આયર્ન શરીરમાં બ્લડનો ફ્લો જાળવી રાખે છે. તેનાથી બ્લડ વેસલ્સનું વોલ્યુમ જાળવી રાખવામાં મદદ મળે છે.
  • એન્ડ્રોપોઝમાં પુરુષોએ તણાવથી દૂર રહેવાનો પ્રયાસ કરવો જોઈએ.
  • ઉંમરના આ પડાવમાં મહિલાઓની જેમ જ પુરુષોએ પણ ખાસ સંભાળની જરૂર હોય છે. તેથી હેલ્ધી ડાયટ લો.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments