રિસર્ચ માં થયો ખુલાસો : મેનોપોઝના કારણે મહિલાઓમાં મેટાબોલિક સિંડ્રોમનું જોખમ વધી જાય છે

0
0

મેનોપોઝએ એક તબક્કો છે જેમાંથી દરેક મહિલાએ પસાર થવું પડે છે. પેરિમેનોપોઝ એટલે કે મેનોપોઝની આસપાસનો સમય મહિલાઓ માટે નાજુક હોય છે અને આ દરમિયાન તેમને ઘણા શારીરિક ફેરફારોમાંથી પસાર થવું પડે છે. પોસ્ટ મેનોપોઝલમાંથી પસાર થઈ રહેલી મહિલાઓ પર કરવામાં આવેલા રિસર્ચમાંથી જાણવા મળ્યું કે, મેનોપોઝના કારણે મહિલાઓમાં મેટાબોલિક સિંડ્રોમનું જોખમ વધી જાય છે અને તેના કારણે હાઈપરટેન્શન, મેદસ્વિતા અથવા હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થાય છે.

ધ નોર્થ અમેરિકન મેનોપોઝ સોસાયટી (NAMS)ની જર્નલમાં પ્રકાશિત આ એજિંગ રિસર્ચ કેનેડાની મહિલાઓ પર કરવામાં આવ્યું છે. રિસર્ચના અનુસાર, મેટાબોલિક સિંડ્રોમ ઉંમરની સાથે સાથે વધે છે. કેનેડામાં 60થી 79 વર્ષની મહિલાઓમાં તે 38 ટકા સુધી હતું. મેટાબોલિક સિંડ્રોમના કારણે હૃદય રોગ અને કેન્સરનું જોખમ પણ વધી જાય છે.

અગાઉ કરવામાં આવેલ કેટલાક રિસર્ચમાં વધતી ઉંમરમાં મેનોપોઝ અને મેટાબોલિક સિંડ્રોમ વચ્ચેના સંબંધોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કેનેડિયન લોન્ગિટ્યૂડિનલ સ્ટડી ઓન એજિંગમાં 45થી 85 વર્ષની ઉંમરના 10,000થી વધારે મહિલાઓના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું. રિસર્ચમાં મેનોપોઝ અને મેટાબોલિક સિંડ્રોમની વચ્ચે એક સ્પષ્ટ સંબંધ જોવા મળ્યો.

જો કે, સારી બાબત એ છે કે લાઈફસ્ટાઈલમાં કેટલાક ફેરફાર કરીને ટાઈપ 2 ટાયાબિટીસ અને હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઓછું કરી શકાય છે. મેનોપોઝ હોર્મોન થેરેપીથી પણ મેટાબોલિક સિંડ્રોમનું જોખમ ઘટાડી શકાય છે. જો કે તેના પર હજી વધુ રિસર્ચ કરવાનું બાકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here