Monday, October 18, 2021
Homeમર્સિડીઝ બેન્ઝ AMG GLC 43 4મેટિક વધારશે જિંદગીની રેસનો સ્વાદ
Array

મર્સિડીઝ બેન્ઝ AMG GLC 43 4મેટિક વધારશે જિંદગીની રેસનો સ્વાદ

જિંદગી એક રેસ છે. તમે દુનિયાની સાથે સતત દોડતા અને સ્પર્ધા કરતા રહો છો. ત્યારે તમને બાકીના લોકોથી અલગ પાડતી વસ્તુ છે સ્કિલથી પણ ઉપર તમારું અપરિભાષિત ચરિત્ર અને ટેલેન્ટ. જે લોકો પોતાની આવી છબિ બનાવવામાં સફળ રહે ચે તેઓ મોટે ભાગે પોતાની આગવી ઓળખ બનાવનારા હોય છે. આ લોકો એવા હોય છે જે માને છે કે તમે પોતે જ પોતાની સફળતાને પરિભાષિત કરો છો, દુનિયા નહીં. કારણ કે જ્યારે તમે તમારી જાત સાથે જ સ્પર્ધા કરો છો ત્યારે તમે અન્ય લોકોએ બનાવેલી સફળતાની પરિભાષાને પણ બદલી નાખો છો. નવી મર્સિડીઝ બેન્ઝ AMG GLC 43 4મેટિક એવા લોકો માટે છે જે પોતાની સીમાઓને તોડીને પોતાની જાત માટે રેસ કરે છે. બહેતર પર્ફોર્મન્સ અને ડીએનએમાં લક્ઝરી હોવી એ જ આ AMG GLC 43ની પોતાના કસ્ટમર પ્રત્યે બહેતર વલણ અને ચરિત્રને દર્શાવે છે. આ જ એ સમય છે જ્યારે આપ AMG GLC 43ની સાથે આપના જીવનની દોટને ફરીથી શરૂ કરવાની મજા લઈ શકો છો.

 

નવી મર્સિડીઝ બેન્ઝ AMG GLC 43 4મેટિક દરેક પાસાથી એક અસલી AMG છે. તે એક ‘ગુડ લુકર’ છે, જેનું હાઈ ક્વોલિટી મટિરિયલમાંથી બનેલી એક્સટિરિયર ડિઝાઈન અને ઇન્ટિરિયર ડિઝાઇન એક લક્ઝરીનો અનુભવ કરાવે છે. AMG GLC 43 પોતાના કમ્ફર્ટ અને ટેક્નોલોજી માટે જાણીતી છે. સાથોસાથ તે લક્ઝરી, પાંચ ડ્રાઈવ મોડ- સ્લીપરી, કમ્ફર્ટ, સ્પોર્ટ, સ્પોર્ટ+ અને ઇન્ડિવિઝ્યુઅલની સાથે આપની ડ્રાઇવને વધુ બહેતર બનાવે છે. AMG GLC 43 3.0 લિટર V6 bi-turbo એન્જિનથી સંચાલિત છે, જે 395 પીએસનો મહત્તમ પાવર આઉટપુટ અને 520 એનએમનું પીક ટોર્ક આપે છે.

સ્પોર્ટિંગ ધ ક્લાસી લુક

મર્સિડીઝ AMG-GLC 43 4એમએટીઆઈસીનું સૌથી શ્રેષ્ઠ સ્પોર્ટી ઇન્ટિરિયર ફર્સ્ટ ક્લાસ કમ્ફર્ટ અને સ્પોર્ટી પરિવેશનું એક આદર્શ મિશ્રણ છે. એએમજી સ્પેસિફિક સીટ ગ્રાફિક્સ અને બ્લેક નપ્પા લેધરમાં એએમજી પર્ફોર્મન્સ સ્ટિયરિંગ વ્હીલ એક આલિશાન ઇન્ટિરિયરવાળા લુકનો અનુભવ કારમાં સવાર લોકોને કરાવે છે. એક વાર બેઠા પછી, તમે MBUX મલ્ટિમીડિયા સિસ્ટમમાં તમારા ઇન્ટ્યુઇટિવ/સહજ જ્ઞાનયુક્ત ઑપરેટિંગ કન્સેપ્ટ જેવા કે ટચ કંટ્રોલ, સહજ વોઇસ કંટ્રોલ, એક હાઈ રિઝોલ્યુશન મીડિયા ડિસ્પ્લે સિસ્ટમને એકવાર સ્માર્ટફોન સાથે કનેક્ટ કરીને આ તમામ ફીચર્સને ઓપરેટ કરી શકો છો.

આમાં શું છે ખાસ-

  • સ્પોર્ટી 3-સ્પોક એએમજી સ્ટિયરિંગ વ્હીલ કાળા નપ્પા લેધરમાં, ચપટું બોટમ સેક્શન
  • નૂરબર્ગ સિલ્વરમાં આઉટર ટ્યુબ્સની સાથે એર વેન્ટ્સ
  • કાળા કપડાંની રૂફ લાઇનર
  • લાલ રંગનો ડિઝાઇનર સીટ બેલ્ટ
  • ઇલેક્ટ્રોનિક રીતે એડજસ્ટ થઈ શકે તેવી ફ્રન્ટ સીટની સાથે મેમરી ફંક્શન અને લુમ્બાર સપોર્ટ

એથ્લેટિક અને મનમોહક એક્સટિરિયર

નવી મર્સિડીઝ AMG-GLC 43 4મેટિકનું એક્સટિરિયર તેની AMG ઉત્પત્તિની પુષ્ટિ કરે છે. આપણે તેના એ-આકાર અને એેએમજી-વિશિષ્ટ રેડિયેટર જંગલાની સાથે શરૂ કરીએ, ફ્રન્ટ એપ્રનમાં હવાની સાથે ચાલુ રહે છે અને રિયરમાં વિસારકમાં પૂરું થાય છે, જે એએમજી નિકાસ પ્રણાલીના બે ક્રોમ પ્લેટેડ ટ્વિન ટેલ પાઇપ ટ્રિમ તત્ત્વોની સાથે AMGનું હાઈ ગ્લોસવાળું બ્લેક એલિમેન્ટ એક બહેતર ટચનો અનુભવ કરાવે છે.

ઇન્ટેલિજન્ટ સેફ્ટી મોડ્યુલ

AMG-GLC 43 નવી અને સુરક્ષિત યાત્રાના વાયદા સાથે આવે છે, જે આપને આરામની સાથોસાથ રોમાંચભરી ડ્રાઇવનો અનુભવ પ્રદાન કરે છે. તે એક્ટિવ બ્રેકિંગ અસિસ્ટ, ઓટોમેટિક એરબેગ ડિએક્ટિવેશન, મર્સિડીઝ મી કનેક્ટ, એક્ટિવ બોનેટ જેવાં બહેતરીન સેફ્ટી ફીચર્સ સાથે પ્રિ-લોડેડ આવે છે.

મહત્ત્વપૂર્ણ ફીચર્સ-

  • કમ્યુનિકેશન સુવિધા- જે એક્સિડન્ટ થવાની સ્થિતિમાં ઑટોમેટિકલી એક ઇમર્જન્સી કૉલ કરે છે.
  • ટાયર ફિટ ટેક્નોલોજી દ્વારા હવા કમ્પ્રેસરના માધ્યમથી સીલન્ટ નાખીને વચગાળાના સમય માટે ટાયરને થનારા નુકસાનને રોકી દે છે.
  • PRE-SAFE સિસ્ટમ જેમાં સીટ બેલ્ટ મિકેનિઝમ, બારીનાં ઓટો ક્લોઝર અને સનરૂફની સાથોસાથ PRE-SAFE સાઉન્ડ ક્રેશ વખતે સારી રીતે સાંભળવામાં મદદ કરે છે.
  • PARKTRONIC સીમલેસ સ્માર્ટ પાર્કિંગ અસિસ્ટ
  • Kneebag ગંભીર એક્સિડન્ટ વખતે વધુ સુરક્ષા આપવા માટે

આ ઉપરાંત મર્સિડીઝ AMG-GLC 43 માટે 2 વર્ષ/અમર્યાદિત કિલોમીટર માટે 85,000 રૂપિયાથી શરૂ થતાં આકર્ષક સ્ટાર સર્વિસ પેકેજ પણ ઑફર કરી રહી છે.

આ રીતે મર્સિડીઝના વફાદાર કસ્ટમર્સ માટે સૌથી આકર્ષક ડીલ સુનિશ્ચિત કરવામાં આવી છે.

મર્સિડીઝ બેન્ઝ AMG-GLC 43 દરેક રોમાંચને શાનદાર બનાવવા માટે સૌથી સારો વિકલ્પ છે. જેમાં બેસીને આપ આપની દરેક યાત્રાને એક વિશેષ અને શાનદાર અનુભવ આપી શકશો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments