Monday, October 18, 2021
Homeકોરોના ઈમ્પૅક્ટ : ચાલુ કેલેન્ડર વર્ષમાં ભારતમાં મર્સીડિઝ બેન્ઝના વેચાણમાં 38% અને...
Array

કોરોના ઈમ્પૅક્ટ : ચાલુ કેલેન્ડર વર્ષમાં ભારતમાં મર્સીડિઝ બેન્ઝના વેચાણમાં 38% અને BMWમાં 17%નો ઘટાડો

 કોરોના વાયરસની નકારાત્મક અસરથી લક્ઝરી કાર સેગ્મેન્ટ પણ બાકાત નથી. ભારતમાં કેલેન્ડર વર્ષ 2020ના પહેલા ત્રણ મહિનામાં એટલે કે જાન્યુઆરી-માર્ચ દરમિયાન BMWની ગાડીઓના વેચાણમાં 17% જેટલો ઘટાડો નોંધાયો છે. તેવી જ રીતે મર્સીડિઝ બેન્ઝના વેચાણમાં 38%નો ઘટાડો થયો છે. BMW ગ્રુપ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રુદ્રતેજ સિંઘે જણાવ્યું કે, કોરોના વાયરસે જાહેર આરોગ્ય, ઉદ્યોગ, અર્થતંત્ર અને અમારા વ્યવસાય માટે એક મોટો પડકાર ઉભો કર્યો છે.

ગત વર્ષ કરતા 500 BMW ગાડીઓનું વેચાણ ઓછું થયું

BMW ગ્રુપ ઇન્ડિયાએ પોતાના સેલ્સના આંકડા જાહેર કર્યા તે મુજબ આ વર્ષે કુલ 2,482 કારનું વેચાણ થયું છે જે ગત વર્ષે સમાન ગાળામાં 2,982 કારનું વેચાણ હતું. આ સમયગાળા દરમિયાન BMWએ 1,024 બાઈકનું વેંચાણ કર્યું હતું.

મર્સીડિઝ બેન્ઝની 1499 ગાડીઓ ઓછી વેચાઈ

ચાલુ કેલેન્ડર વર્ષમાં જાન્યુઆરી-માર્ચ દરમિયાન મર્સીડિઝ બેન્ઝે 2,386 ગાડીઓનું વેચાણ કર્યું હતું જે ગત વર્ષે સમાન ગાળામાં 3,885 કારનું વેચાણ થયું હતું. એટલે કે આ વર્ષે કંપનીના વેચાણમાં 1499 ગાડીઓનો ઘટાડો થયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments