કોરોનાકાળના 9 મહિના બાદ બહુચરાજી મંદિરના બંધ ત્રણે દરવાજા ખોલાતાં વેપારીઓ-શ્રદ્ધાળુઓમાં આનંદ

0
0

કોરોના મહામારીમાં 22 માર્ચથી બહુચરાજી મંદિરના ચારે દરવાજા દર્શનાર્થીઓ માટે બંધ કરાયાં હતાં. 89 દિવસ બાદ અનલૉકમાં પશ્ચિમ અને દક્ષિણ દરવાજા ખોલાયાં હતાં. પરંતુ ઉત્તર અને પશ્ચિમ દરવાજો બંધ જ રખાતાં શ્રીફળ, પ્રસાદ અને રમકડાંની દુકાનો કરી પરિવારનું ગુજરાન ચલાવતા 50થી વધુ વેપારીને જીવન નિર્વાહ મુશ્કેલ બન્યો હતો. આથી બંધ દરવાજા ખોલવા વેપારી મંડળ સહિતે રજૂઆત કરી હતી. પરંતુ નઠોર તંત્ર રજૂઆત કાને ધરતું ન હતું. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના ધ્યાને આ મુદ્દો આવતાં તેમની સૂચના બાદ સોમવારે બપોરે ત્રણે દરવાજા અવર જવર માટે ખોલી દેવાતાં વેપારીઓના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here