જ્યોતિષ : 22 સપ્ટેમ્બરે બુધની ચાલ બદલાશે, આ ગ્રહ આ વખતે 21 નહીં,પણ 65 દિવસ સુધી તુલા રાશિમાં જ રહેશે

0
0

મંગળવાર, 22 સપ્ટેમ્બરે બુધ તુલા રાશિમાં આવી ગયો છે. આ પહેલાં આ ગ્રહ 2 સપ્ટેમ્બરથી પોતાની જ રાશિ કન્યામાં હતો. કાશિના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે, આ ગ્રહ મોટા ભાગે 21 દિવસ સુધી એક જ રાશિમાં રહે છે, પરંતુ હવે આ ગ્રહ તુલા રાશિમાં 65 દિવસ સુધી રહેશે, એટલે બુધ 22 સપ્ટેમ્બરથી 27 નવેમ્બર સુધી તુલા રાશિમાં રહેશે. આ દરમિયાન 14 ઓક્ટોબરે બુધની ચાલમાં ફેરફાર થશે અને આ ગ્રહ વક્રી ચાલથી ગતિ કરતો જોવા મળશે. ત્યાર બાદ 4 નવેમ્બરે એની ગતિ સીધી થઈ જશે. ત્યાર બાદ 28 નવેમ્બરે બુધ રાશિ બદલીને વૃશ્ચિકમાં આવી જશે. બુધના રાશિ બદલવાથી વૃષભ, કર્ક, કન્યા, મકર અને મીન રાશિના લોકોને ફાયદો થઈ શકે છે. આ સિવાય મેષ, મિથુન, સિંહ, તુલા, વૃશ્ચિક, ધન અને કુંભ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.

બુધના રાશિ બદલવાથી દેશ-દુનિયા પર પ્રભાવ

પં. મિશ્રના જણાવ્યા પ્રમાણે, તુલા રાશિમાં બુધના આવી જવાથી સોના-ચાંદીના બજારમાં તેજી આવી શકે છે. અર્થવ્યવસ્થામાં સુધારો થવાની સંભાવના છે. ઊન અને સૂતરનાં કપડાં અને કપાસના ભાવમાં તેજી આવી શકે છે. ગોળ, ખાંડ અને કાગળના સામાનની કિંમતોમાં મંદી આવી શકે છે. પાડોશી દેશ સાથે ભારતના સંબંધ સારા થઈ શકે છે. શાકભાજીની કિંમત સામાન્ય જ રહેશે. પાડોશી દેશોમાં રાજનૈતિક અસ્થિરતા બની રહેશે. દેશના થોડા ભાગમાં વરસાદ થશે અને થોડા ભાગમાં ગરમી વધી શકે છે. દેશના થોડા ભાગમાં ભારે હવા સાથે દરિયાઈ તોફાન અને ભૂકંપ આવવાની પણ સંભાવના છે.

5 રાશિઓ માટે સમય શુભ

તુલા રાશિમાં બુધના આવી જવાથી વૃષભ, કર્ક, કન્યા, મકર અને મીન રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં ઉન્નતિ મળી શકે છે. પ્રોપર્ટી અને આર્થિક મામલે ફાયદો મળી શકે છે. સ્વાસ્થ્ય માટે સમય સારો રહેશે. કિસ્મતનો સાથ મળી શકે છે. પારિવારિક મામલાઓ માટે પણ સમય શુભ કહી શકાય છે.

7 રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે

બુધના રાશિ બદલવાથી મેષ, મિથુન, સિંહ, તુલા, વૃશ્ચિક, ધન અને કુંભ રાશિના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. આ 4 રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. કામકાજમાં મુશ્કેલીઓ આવી શકે છે. વિવાદ થવાની સંભાવના છે. ધનહાનિ અને સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ થઈ શકે છે. નવા કામની શરૂઆત કરવાથી બચવું. ઉધાર લેવું નહીં. કામકાજમાં બેદરકારી અને ઉતાવળ કરવાથી પણ બચવું જોઈએ.

બુધની અશુભ અસરથી બચવાના ઉપાય

બુધની અશુભ અસરથી બચવા માટે ગણેશજીની પૂજા કરવી જોઈએ. બુધવારના દિવસે લીલા મગનું દાન કરવું. ગાયને ઘાસ ખવડાવો. કાંસના વાસણમાં ભોજન રાખીને જરૂરિયાતમંદ લોકોને દાન કરવું જોઇએ. કિન્નરોને રૂપિયા આપો અને ભોજન ખવડાવો. બુધવારના દિવસે લીલાં કપડાં પહેરો. ગણેશજીને દૂર્વા ચઢાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here