ધ્રાગધ્રા : દયાવાન ગ્રુપ દ્વારા શહેરમાં રહેતા શ્રમિક અને નિઃસહાય લોકોને બપોર તથા સાંજનું ભોજન પુરુ પાડવાની સેવા શરુ

0
15
રાજ્યમા લોકડાઉનના પગલે કેટલાક શ્રમિક લોકોને ભોજન પુરુ પાડવા માટેનો સેવાયજ્ઞ ગામો-ગામ શરુ થયો છે.  જેમા અનેક સામાજીક સંસ્થાઓ માનવતાનો ધમઁ નિભાવી જ્ઞાતિ-જાતિનો ભેદભાવ ભુલી એકબીજાની મદદ કરવા કરતા નજરે પડે છે તેવામા ધ્રાગધ્રા દયાવાન ગ્રુપ દ્વારા પણ શહેરમા રહેતા શ્રમિક અને નિઃસહાય લોકોને બપોર તથા સાંજનું ભોજન પુરુ પાડવાની સેવા શરુ કરી છે.
બાઈટ
દયાવાન ગ્રુપ દ્વારા બપોર તથા સાંજનું ભોજન તૈયાર કરી ભોજનને પાસઁલ કરી ત્યારે બાદ જે તે વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારોના રહેણાંક સુધી પહોચડવાનુ સદકારઁ હાથ ધરાયું છે. લોકડાઉનના સમયે ધ્રાગધ્રા શહેરમા એકપણ શ્રમિક પરીવાર ભુખ્યો ન સુવે તેવી આશા સાથે ગરીબ લોકોની જઠરાગ્નિ ઠારવા કેટલીક સંસ્થાઓ પોતાનો ફાળો આપી રહી છે.
રિપોર્ટર : સન્ની વાઘેલા, CN24NEWS, ધ્રાગધ્રા, સુરેન્દ્રનગર