Monday, January 24, 2022
Homeઈમરાનના સૈન્ય સલાહકારને મળ્યા, પાક સેનાધ્યક્ષ સાથે પણ વાતચીત કરી
Array

ઈમરાનના સૈન્ય સલાહકારને મળ્યા, પાક સેનાધ્યક્ષ સાથે પણ વાતચીત કરી

છેવટે ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત શરૂ થઈ રહી છે. ઓગસ્ટ 2019 બાદ 24 ફેબ્રુઆરી 2021ના રોજ બંને દેશોના ડાયરેકટર જનરલ ઓફ મિલેટરી ઓપરેશન્સ (DGMO)એ હૉટલાઇન પર ચર્ચા કરી અને સીઝફાયર ઉલ્લંઘન, સરહદ પર શાંતિ જેવા મુદ્દાઓ પર સંમતિ બની. આ મહત્વના પગલાં પાછળ બંને દેશોના ત્રણ મોટા ચહેરા છે. પ્રથામ- ભારતીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ, બીજા- પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનના સૈન્ય સલાહકાર મોઈદ યૂસુફ અને ત્રીજા- પાકિસ્તાન સેના પ્રમુખ કમર જાવેદ બાજવા.

ઇંડિયન એક્સપ્રેસના સૂત્રોના હવાલેથી એક રિપોર્ટ આપવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે NSA ડોભાલે એક ન્યુટલ દેશમાં મોઈદ યૂસુફ સાથે બંને દેશોની વાતચીતને લઈને મુલાકાત કરી હતી. આ સાથે જ કમર જાવેદ બાજવા સાથે પણ વાતચીત ખુલ્લી રાખી. ડોભાલ, મોઈદ અને બાજવા એ ત્રણ ચહેરા છે જેનો બંને દેશોની સરકારમાં મોટી દખલગીરી અને મહત્વનુ સ્થાન ધરાવે છે. એવામાં સંબંધ સુધારવા માટે કરવામાં આવેલ આ પહેલને આ જ ચહેરાઓએ સાંકળ તરીકે કામ કર્યું છે.

3 મહિના સુધી વાતચીત થઈ

ડોભાલ, મોઈદ અને બાજવા વચ્ચેની વાતચીત લગભગ 3 મહિના સુધી ચાલી હતી. 25 ફેબ્રુઆરીએ બંને દેશોમાં DGMO સ્તરની વાતચીત પછી સંયુક્ત નિવેદન જાહેર થયા બાદ ડોભાલ એપિસોડની ચર્ચા શરૂ થઈ. જો કે, તેના તરત બાદ મોઇદે આવી કોઈ મુલાકાત અથવા વાતચીતનો ઇનકાર કર્યો હતો. તેમણે આ દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા હતા.

સૂત્રોનું કહેવું છે કે જનતાના અભિપ્રાયને ધ્યાનમાં રાખીને, એવી જ અપેક્ષા છે કે કોઈ પણ પક્ષ આ કવાયતની વિગતો આપવા આગળ નહીં આવે.

ભારતનું સ્ટેન્ડ-સામાન્ય સંબંધ ઇચ્છે છે, પરંતુ આતંકવાદ અને ચર્ચા સાથે નહીં થાય બંને દેશોના સંયુક્ત નિવેદન બાદ ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, ‘ભારત પાકિસ્તાન સાથે સામાન્ય અને મૈત્રીપૂર્ણ સંબંધ ઇચ્છે છે. અમે હંમેશાં મુદ્દાઓને શાંતિપૂર્ણ રીતે જ વાતચીત દ્વારા ઉકેલ કરવાનો રસ્તો ખુલ્લો રાખ્યો છે. મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે અમારું સ્ટેન્ડ હજી બદલાયું નથી. તેને પુનરાવર્તિત કરવાની પણ જરૂર નથી. અમે માનીએ છીએ કે આતંકવાદ અને વાતચીત સાથે-સાથે ન થઈ શકે.’

DGMO કક્ષાએ થયેલી વાતચીતમા થયેલા મહત્વના નિર્ણય

લાંબા સમય બાદ બુધવારે, 24 ફેબ્રુઆરીએ બંને દેશોના ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO)ની બેઠક થઈ. બેઠકમાં તે નક્કી કરવામાં આવ્યું હતું કે 24-25 ફેબ્રુઆરીની રાતથી તે બધા જ જૂના કરારો ફરીથી લાગુ કરવામાં આવશે, જે સમય-સમય પર બંને દેશો વચ્ચે થયા છે.

હોટલાઇન પર વાતચીત દરમિયાન સીઝફાયર ઉલ્લંઘન, યુદ્ધવિરામ અને કશ્મીર સહિતના તમામ જરૂરી મુદ્દાઓ અને આ બાબતે થયેલા પહેલાના કરારો પર ચર્ચા થઈ. બંને દેશોએ લાઈન ઓફ કંટ્રોલ (LOC)ની પરિસ્થિતિની પણ સમીક્ષા કરી હતી. બાદમાં સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular