Friday, April 19, 2024
Homeહવામાન વિભાગની આગાહી : તામિલનાડુ, પુડ્ડુચેરીમાં બુધવારે ટકરાશે ચક્રવાત ‘નિવાર’, 100-150 કિમી...
Array

હવામાન વિભાગની આગાહી : તામિલનાડુ, પુડ્ડુચેરીમાં બુધવારે ટકરાશે ચક્રવાત ‘નિવાર’, 100-150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એવી શક્યતા.

- Advertisement -

બંગાળની ખાડી પર લૉ પ્રેશર ઝોન સર્જાતાં એ હવે ચક્રવાતમાં રૂપાંતરિત થયું છે. બંગાળની ખાડીને સ્પર્શતાં તામિલનાડુ અને પુડુચેરી માટે આગામી બે દિવસ ભારે સાબિત થઈ શકે છે. બંગાળની ખાડીમાંથી સર્જાયેલું ચક્રવાતી તોફાન ‘નિવાર’ 25 નવેમ્બરે આ રાજ્યોનાં સમુદ્ર તટે ટકરાઈ શકે છે. આ દરમિયાન 100થી 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

100-150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે

વાવાઝોડાની અસર તામિલનાડુ અને તટ વિસ્તારોથી દૂર દૂરનાં ક્ષેત્રોમાં સોમવારથી તોફાની પવનની સાથે સાથે ભારે વરસાદનો સિલસિલો શરૂ થઇ શકે છે. આ 26 નવેમ્બર સુધી ચાલુ રહી શકે છે. હવામાન વિભાગના બુલેટિન અનુસાર, બંગાળની દક્ષિણ-પશ્ચિમ ખાડી અને તામિલનાડુ તથા પુડ્ડુચેરીના તટ પર 25 નવેમ્બરે 100-150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

આ મેપ સોમવારે હવામાન વિભાગે જારી કર્યો હતો. એના દ્વારા તોફાનની દિશા દર્શાવાઈ છે.
(આ મેપ સોમવારે હવામાન વિભાગે જારી કર્યો હતો. એના દ્વારા તોફાનની દિશા દર્શાવાઈ છે.)

 

કોસ્ટ ગાર્ડનાં 8 શિપ, 2 એરક્રાફ્ટ તહેનાત

વિનાશક તોફાન ‘નિવાર’ને લીધે બંગાળની ખાડીની દક્ષિણ-પૂર્વ દિશાએ તામિલનાડુ અને પુડુચેરી તટની નજીક કોસ્ટગાર્ડનાં 8 શિપ અને 2 એરક્રાફ્ટ તહેનાત કરાયાં છે. એના દ્વારા મર્ચન્ટ શિપ અને માછલી પકડનારી બોટને તોફાનની ચેતવણી અપાઈ રહી છે. એનડીઆરએફની ટીમો લોકોને ખરાબ હવામાનથી બચવાના ઉપાયો પણ જણાવી રહી છે.

રાહત-બચાવ માટે એનડીઆરએફની 30 ટીમ તૈયાર

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ના ડીજી એસ એન પ્રધાને કહ્યું હતું કે નિવાર તોફાનને ધ્યાને લઈને તામિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશમાં કોસ્ટ ગાર્ડની 12 ટીમે તહેનાત કરાઈ છે. આ રાજ્યોમાં 18 ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

ચાર રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી

તોફાનને કારણે તામિલનાડુ, પુડુચેરીની સાથે આંધ્રપ્રદેશ અને તેલંગણામાં પણ ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે આ માટે ચેતવણી જારી કરી છે. 24, 25 અને 26 નવેમ્બરે અહીં વરસાદનું અનુમાન છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular