Wednesday, October 20, 2021
Homeગુજરાતબાળકના ગ્રોથની રીત : સુરતમાં સગર્ભા મહિલાઓ ગરબાના તાલે ઘુમી

બાળકના ગ્રોથની રીત : સુરતમાં સગર્ભા મહિલાઓ ગરબાના તાલે ઘુમી

 

સુરતમાં સગર્ભા મહિલાઓ મા અંબાની આરાધનામાં ગરબે ઘુમી ગર્ભમાં ઉછરી રહેલા બાળકનો ગ્રોથ વધારવાની અનોખી રીત સાથે ગર્ભ સંસ્કારના પાઠ ભણી રહી છે. પ્રેગનેન્સી સેન્ટરના સંચાલક તુસીતાબેનનું કહેવું છે કે ગરબા પણ એક પ્રકારની કાર્ડિયાક કસરત છે. જે સગર્ભા માતાઓને માનસિક તણાવમુક્ત બનાવે છે અને ગર્ભમાં બાળકનો ગોર્થ વધારવામાં મદદરૂપ થાય છે.

સગર્ભાવસ્થા સમય દરમિયાનની જાગૃતિ બાબતે સમજાવવામાં આવે છે
તુસીતાબેન રાઠોડ (તુસીતા A To Z પ્રેગનેન્સી સેન્ટર, સંચાલક)એ જણાવ્યું હતું કે 10 વર્ષથી સગર્ભા મહિલાઓને યોગા, મેડિટેશન, સહિતના અલગ અલગ પ્રકારના જાગૃતતાના પાઠ ભણાવતા આવ્યા છે. આ સેન્ટરમાં માત્ર સગર્ભા મહિલાઓ જ નહીં પણ એમના પરિવારના સભ્યોને પણ મહિલાના સગર્ભાવસ્થા સમય દરમિયાનની જાગૃતિ બાબતે સમજાવવામાં આવે છે. 10 વર્ષમાં હજારો માતાઓએ આ સેન્ટરનો લાભ લઇ હેલ્ધી બેબીને જન્મ આપ્યો છે.

પ્રેગનેન્ટ મહિલાઓ ગરબા રમી માનસિક તણાવમુક્ત થાય છે.
પ્રેગનેન્ટ મહિલાઓ ગરબા રમી માનસિક તણાવમુક્ત થાય છે.

સગર્ભા મહિલા માનસિક તણાવમુક્ત થાય છે
વધુમાં જણાવ્યું હતું કે, યોગની સાથે આ એક માત્ર એવું સેન્ટર છે જે જ્યાં દરેક સગર્ભા મહિલા માટે દરેક તહેવારની અલગ રીતે ઉજવણી કરતું આવ્યું છે. જૂની માન્યતાઓને દૂર કરી જાગૃતતાના પાઠ ભણાવતું રહ્યું છે. રૂટિન કાર્ય કરવાથી સગર્ભાના અલગ પ્રકારના હોર્મોન્સ રિલીઝ થાય છે. જેનાથી બાળકનો ગ્રોથ વધે છે અને સગર્ભા મહિલા માનસિક તણાવમુક્ત થાય છે.

સગર્ભા મહિલાઓ ગરબાથી ખુશીનો માહોલ જનરેટ કરે છે.
સગર્ભા મહિલાઓ ગરબાથી ખુશીનો માહોલ જનરેટ કરે છે.

એક-દોઢ કલાક સુધી સગર્ભાઓ ગરબા રમે છે
વધુમાં જણાવ્યું હતું કે હાલ કોરોનાકાળ બાદ બે વર્ષ પછી નવરાત્રિનું આયોજન કરવા સરકારે મંજૂરી આપી છે. પરંતુ ડર માટે કોઈ દવા નથી, એટલે સગર્ભા મહિલાઓ માટે નવરાત્રિ સ્પેશિયલ ‘પ્રેગનેન્સી ગરબા’નું આ સેન્ટર પર આયોજન કરવામાં આવ્યું છે. રોજ એક-દોઢ કલાક સુધી અનેક સર્ગભા માતાઓ સેન્ટરમાં આવી ગરબે રમે છે. ડાન્સથી ખુશીનો માહોલ જનરેટ કરે છે. આવુ કરવાથી બ્લડ સરક્યુલેશન વડે બાળકને ઓક્સિજન સપ્લાય વધે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments