કોરોના ઈન્ડિયા : 171 દિવસ પછી દિલ્હી અને નોઈડા વચ્ચે મેટ્રો સર્વિસ શરૂ, પિંક લાઈન પર પણ ટ્રેન દોડી; દેશમાં અત્યાર સુધી 43.67 લાખ કેસ

0
5

171 દિવસ પછી દિલ્હી અને નોઈડા(બ્લૂ લાઈન) વચ્ચે બુધવારે સવારે મેટ્રો ટ્રેન શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત પિંક લાઈન પર પણ મેટ્રો દોડવા લાગી છે. આ પહેલા 7 સપ્ટેમ્બરે યલો લાઈન પર આ સર્વિસ શરૂ કરવામાં આવી હતી. દિલ્હી મેટ્રો રેલવે કોર્પોરેશને(DMRC) જણાવ્યું કે, આ લાઈન પર સવારે 7 થી 11 વાગ્યે અને સાંજે 4 થી 8 વાગ્યા વચ્ચે મેટ્રો ચલાવાઈ રહી છે.

તો આ તરફ દેશમાં મંગળવારે 89 હજાર 852 દર્દી વધ્યા છે. સાથે જ 74 હજાર 607 લોકો કોરોના બિમારીથી સાજા થયા છે. આ રીતે દેશમાં અત્યાર સુધી કુલ સંક્રમિતોની સંખ્યા 43 લાખ 67 હજાર436 થઈ ગઈ છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે.

રાજ્યોની સ્થિતિ

મધ્યપ્રદેશ

રાજ્ય સરકારે કોરોનાની ઘરે ઘરે જઈને તપાસ કરવાનું બંધ કરી દીધું છે. હવે જે વ્યક્તિ તાવ ક્લિનીક અથવા કોવિડ માટે મોટાભાગની હોસ્પિટલમાં સેમ્પલ આપીને ટેસ્ટ કરાવવા માંગશે, તેને ફી નહીં આપવાની રહે. કેન્દ્રની આયુષ્માન યોજના હેઠળ જે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, ત્યાં પૈસા લેવામાં નહીં આવે. જ્યાં આયુષ્માન યોજના લાગુ નથી, ત્યાં દર્દીઓને બિલ આપવામાં આવશે. સાથે જ રાજધાનીમાં હવે ખાનગી હોસ્પિટલ અને નર્સિંગ હોમ કોરોનાની સારવાર કરી શકશે. દર્દીને પોતાના ખર્ચે સારવાર કરાવવી પડશે.

તો આ તરફ કલેક્ટર અવિનાશ લવાનિયાએ કહ્યું કે, ખાનગી હોસ્પિટલ કોરોના વોર્ડ બનાવી શકે છે. તેમને કોવિડ-19માં જાહેર કરાયેલી ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. તો આ તરફ ભોપાલમાં 242 નવા સંક્રમિત મળવાની સાથે જ કોરોના દર્દીઓનો કુલ આંકડો 13,082 થઈ ગયો છે. જેમાં 6052 દર્દી ન તો કોઈ સંક્રમિતના સંપર્કમાં આવ્યા છે અને ન તો તેની કોઈ કોન્ટેક્ટ હિસ્ટ્રી છે.

રાજસ્થાન

મુખ્યમંત્રી અશોક ગેહલોતે આગામી એક મહિના સુધીના પોતાના તમામ પ્રોગ્રામ સ્થગિત કરી દીધા છે. આ દરમિયાન તે કોઈની સાથે પણ મુલાકાત નહીં કરે. તેમણે કહ્યું કે, સંક્રમણથી બચવા માટે સોશિયલ ડિસટન્સીંગ અને હેલ્થ પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે.

તો આ તરફ જયપુરમાં મંગળવારે અત્યાર સુધીના સૌથી વધુ 325 પોઝિટિવ મળ્યા છે. એકનું મોત થયું છે. અહીંયા 13 હજાર 361 કેસ નોંધાયા છે. 290 લોકોના મોત થયા છે. એક્ટિવ કેસ 4671 છે.

બિહાર

દેશમાં સૌથી વધુ કોરોના ટેસ્ટ બિહારમાં થઈ રહ્યા છે. મંગળવારે 1 લાખ 52 હજાર 671 લોકોની તપાસ કરવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધી 43.3 લાખથી વધુ ટેસ્ટ કરાયા છે. સારી વાત તો એ છે કે બીજા રાજ્યોની તુલનામાં અહીંયા દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

મહારાષ્ટ્ર

રાજ્યમાં મંગળવારે 48 હજારથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 20 હજાર 131 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી 49.7 લાખ સેમ્પલની તપાસ કરવામાં આવી છે. અહીંયા પોઝિટીવિટી રેટ 20%ની આસપાસ પહોંચી ગયો છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસ વધીને 9 લાખ 43 હજાર 772 થઈ ગયા છે. અત્યાર સુધી 27 હજાર 407 લોકોના મોત થયા છે.

ઉત્તરપ્રદેશ

રાજ્યમાં મંગળવારે 73 લોકોનું કોરોનાથી મોત થયું છે. આ સાથે જ અત્યાર સુધી 4,047 લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. તો આ તરફ, રાજ્યમાં તપાસ પણ વધારી દીધી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1.40 લાખ લોકોના સેમ્પલની તપાસ કરવામાં આવી છે. આ સાથે રાજ્યમાં 67.7 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here