Friday, September 17, 2021
Homeકાદરશાની નાળમાં મેટ્રો સ્ટેશન : કબજા મેળવવા તથા ડિમોલિશનની કામગીરી આડે ફરી...
Array

કાદરશાની નાળમાં મેટ્રો સ્ટેશન : કબજા મેળવવા તથા ડિમોલિશનની કામગીરી આડે ફરી ઘોંચમાં પડ્યું

ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટના લાઇન-૧ ભીમરાડથી ચોક એલિવેટેડ અને ચોકથી કાપોદ્રા અન્ડર ગ્રાઉન્ડ રૂટ માટે કાદરશા નાળ ખાતે શહેરનું સૌપ્રથમ સ્ટેશનનું મોડે-મોડે શરૂ થયેલું નિર્માણ કાર્ય જમીનના કબજા મેળવવા તથા ડિમોલિશનની કામગીરી આડે ફરી ઘોંચમાં પડ્યું છે. કાદરશા નાળ ખાતે રૂટમાં અવરોધરૂપ એસએમસી શોપિંગ સેન્ટરના 40 દુકાનદારોએ કબજો પરત આપવાની નોટિસ સામે વાંધા સાથે કોર્ટમાં દાદ માંગી છે. કોર્ટ કેસના લીધે પાલિકાને દુકાનોનો કબજો મેળવવામાં ફરી ગૂંચ ઊભી થતાં શહેરના સૌપ્રથમ મેટ્રો સ્ટેશનનું કામ અટકી પડશે.

GMRCએ 80 પાઇલનું કામ શરૂ કર્યું

કાદરશાની નાળમાં સૂચિત મેટ્રો સ્ટેશન હયાત એસએમસી શોપિંગ સેન્ટરની જગ્યાએ જ બની રહ્યું છે. ગણતરીના દિવસોમાં ૮ પાઇલ પણ બનાવી લેવાઇ છે. જોકે આગળની ચાલ જમીનનો કબજો મળ્યાં પછી જ મળશે તેની ચિંતા વ્યક્ત કરાઇ છે.

ભાડે આપેલી જમીન પરત લેવા કોર્ટમાં પક્ષ રજૂ કરીશું

કાદરશા નાળમાં શોપિંગ સેન્ટર પાલિકાની માલિકીનું છે છતાં ભાડૂઆતોએ કોર્ટમાં કેસ કર્યો હોવાથી નિર્ણય વિચારાધિન છે. પાલિકા પણ નામદાર કોર્ટમાં પક્ષ રજૂ કરશે. :-બી. આર. ભટ્ટ, કાર્યપાલક ઇજનેર, પાલિકા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments