Thursday, October 28, 2021
Homeદિલ્હીમાં વગર ડ્રાઇવરે દોડશે મેટ્રો ટ્રેન; વડાપ્રધાન મોદી બતાવશે લીલી ઝંડી
Array

દિલ્હીમાં વગર ડ્રાઇવરે દોડશે મેટ્રો ટ્રેન; વડાપ્રધાન મોદી બતાવશે લીલી ઝંડી

રાજધાની દિલ્હીમાં દેશની એવી પહેલી મેટ્રો ટ્રેન દોડવા જઇ રહી છે જેમાં કોઈ ડ્રાઇવર નહીં હોય. મતલબ કે મેટ્રો ટ્રેન ડ્રાઇવર વિના જ ચાલશે. 28 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલી ઝંડી બતાવીને તેની શરૂઆત કરાવશે. આ સિવાય વડાપ્રધાન એરપોર્ટ એક્સપ્રેસ મેટ્રો લાઇન પર મુસાફરી કરવા માટે ફુલી ઓપરેશનલ નેશનલ કોમન મોબિલીટી કાર્ડ પણ લોન્ચ કરશે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC)એ આ માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે.

37 કિલોમીટરનું અંતર કાપશે આ ટ્રેન

વગર ડ્રાઇવરે ચાલનારી મેટ્રો ટ્રેન દિલ્હીમાં જનકપુરી વેસ્ટને નોઇડાના બોટનિકલ ગાર્ડનને જોડશે. તેનું અંતર લગભગ 37 કિલોમીટર છે. દિલ્હી મેટ્રો 25 ડિસેમ્બર 2002થી શરૂ થાઇ હતી. ત્યારે તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ DMRCના શાહદરાથી તીસ હજારી સુધીના 8.2 કિલોમીટર લાંબા પ્રથમ ફેઝનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં 6 સ્ટેશન હતા. DMRCની હવે 242 સ્ટેશનોની સાથે 10 લાઇન્સ છે અને દિલ્હી મેટ્રોમાં દરરોજ સરેરાશ 26 લાખથી વધુ મુસાફરો મુસાફરી કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments