નવા અવતારમાં આવી રહી છે MG Hector, જાણો ફીચર્સ અને કિંમત

0
0

MG Hector ઓટો કંપનીએ તાજેતરમાં ડ્યૂઅલ ટોનમાં વેરિયન્ટ લૉન્ચ કર્યું છે. કંપનીની આ પહેલી કાર છે, જેને સૌથી વધુ પસંદ કરવામાં આવી રહી છે. MG Hectoનું SUV મોડલ નવા અવતારમાં લૉન્ચ થવાનું છે. ખાસ વાત તો એ છે કે, આ કારનું પરીક્ષણ ગુજરાતમાં કરવામાં આવ્યું હતું. હવે કંપની કાર ફેસલિફ્ટ લાવવા માટે તૈયારીઓ કરી રહી છે.

કાર કંપનીએ નવી કાર અંગેના એન્જિન અંગેની કોઈ જાણકારી સ્પષ્ટ કરી નથી. પણ એવું માનવામાં આવે છે કે, નવી કારમાં એન્જિનને લઈને કોઈ મોટા ફેરફાર કરવામાં નહીં આવે. હાલ 2.0 લીટરનું ટર્બો મોટર એન્જિન આપવામાં આવ્યું છે. જે 168bhp પાવર અને 350Nmનો ટોર્ક જનરેટ કરે છે. કિંમતને લઈને કંપનીએ કોઈ વાત કરી નથી, પણ કંપની ડ્યૂઅલ ટોન વેરિયંટ માર્કેટમાં લાવવા માટે તૈયાર છે. જેની હાલ કિંમત 16.84 લાખ રૂપિયાથી લઈને 18.08 લાખ રૂપિયા વચ્ચે છે. એટલે નવી કાર આ કિંમતની આસપાસ હોઈ શકે છે. ડ્યૂઅલ ટોન મોડલ કેન્ડ વ્હાઈટ વિથ સ્ટારી બ્લેક અને ગ્લેજ રેડ વિથ સ્ટારી બ્લેક કલર કોમ્બિનેશનમાં લૉન્ચ કર્યું છે. કારમાં બ્લેક રંગનો ઉપયોગ માત્ર રૂફટોપ પૂરતો જ નહીં પણ ORVMs અનેA પિલર સુધી કરવામાં આવ્યો છે.

બીજી તરફ મારૂતી કંપનીની S-Cross લાખો લોકોની પસંદગીની કાર બની છે. આ કાર પહેલા ડીઝલ એન્જિનમાં પ્રાપ્ય હતી. પણ ભારતમાં BS6ના નિયમ લાગુ થયા બાદ કંપનીએ આ કારનું પેટ્રોલ એન્જિન મોડલ લૉન્ચ કર્યું હતું. લોકડાઉનના સમય બાદ મારૂતીની આ કારની માંગ સૌથી વધારે રહી છે. સપ્ટેમ્બર મહિનામાં આ કારના કુલ 2,098 યુનિટ વેચાયા હતા. આ આંકડો દેશભરના ડીલર્સમાંથી મળતા રિપોર્ટમાંથી સામે આવ્યો છે. Sigma, Delta, Zeta અને Alpha એમ ચાર વેરિયન્ટમાં આ કાર પ્રાપ્ય છે.

જોકે, કંપની આ કારમાં નવા કલર્સ લાવવાનું વિચારી રહી છે. આ મોડલ હાલ પેટ્રોલ વેરિયન્ટમાં જ પ્રાપ્ય છે. જોકે, આ કારની સ્પર્ધા મહિન્દ્રાની SUV300 અને SUV500 સાથે થઈ રહી છે. જોકે, ડીલર્સ એવું માને છે કે, કોરોના કાળને કારણે વેચાણમાં થોડો ફટકો પડ્યો છે. દિવાળી અને નોરતા આવતા થોડી માગ વધે એવી પૂરી શક્યતાઓ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here