MG Hector Plusની કિંમતમાં ₹45,000નોવધારો ઝીંકાયો, હવે ખરીદવા 13.73 લાખ રૂપિયા ચૂકવવા પડશે

0
5

એમજી મોટર્સે ઇન્ડિયામાં થોડા સમય પહેલા જ લોન્ચ કરેલી Hector Plusની કિંમત વધારી દીધી છે. અત્યાર સુધી મળી રહેલા ઇન્ટ્રોડક્ટરી ઓફર પછી MG Hector Plusની કિંમતમાં હવે 45,000 રૂપિયાનો વધારો કરી દીધો છે. જો કે, આ પ્રાઇસ હાઇક વર્ઝન્સ પ્રમાણે અલગ-અલગ છે અને કેટલાક વર્ઝન્સ પર આ પ્રાઇસ હાઇક 5,000 રૂપિયાથી પણ ઓછો છે. આ કારનાં મોટાભાગના ફીચર્સ સ્ટાડર્ડ રેગ્યુલર વર્ઝન જેવાં જ છે અને Hector Plusની ટ્રિમ લાઇનઅપમાં સ્ટાઇલ, સ્માર્ટ, સુપર એન્ડ શાર્પ સામેલ છે.

નવી MG Hector Plusની એક્સ શો રૂમ કિંમત 13.73 લાખ રૂપિયાથી લઇને 18.69 લાખ રૂપિયા સુધી છે. આ કાર માર્કેટમાં કંપનીની પહેલી 6 સીટર કાર છે અને ટૂંક સમયમાં જ તેનું 7 સીટર વર્ઝન પણ માર્કેટમાં આવવાનું છે. અત્યારે Hector Plusમાં ટર્બો પેટ્રોલ, પેટ્રોલ હાઇબ્રિડ અને ડીઝલ એન્જિનનો ઓપ્શન મળે છે. Hector Plus લંબાઈમાં 5 સીટર વેરિઅન્ટથી થોડી મોટી છે. પરંતુ બંનેમાં વ્હીલબેઝ એકસરખું જ છે.

સેફ્ટી ફીચર્સ
Hector Plusના ટોપ વેરિઅન્ટ્સ 6 એરબેગ્સ, અરાઉન્ડ વ્યૂ મોનિટર અને વધારે સેફ્ટી ફીચર્સ સાથે આવે છે. Hector Plus એક ફીચર રિચ કાર છે અને તેમાં LED લાઇટ્સ, ફ્રંટ પાર્કિંગ સેન્સર્સ, પેનોરમિક સનરૂફ અને કનેક્ટેડ કાર ટેક આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત, કારમાં કેપ્ટન સીટ્સ પણ આપવામાં આવી છે. કારની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ વોઇસ ઇનપુટ્સને સપોર્ટ કરે છે અને કારનુંરિમોટ સ્ટાર્ટ કરવાની સાથે જ કેબિનને પ્રિ-કૂલ પણ કરી શકાય છે.

આ ગાડીઓ સાથે માર્કેટમાં ટક્કર
MG Hector Plusની માર્કેટમાં ટક્કર Toyota Innova Crysta અને Mahindra Marazzo સાથે છે. તેનું 2 લિટર ડીઝલ એન્જિન 170hp પાવર અને 350Nm ટોર્ક જનરેટ કરે છે. અત્યારે આ ફક્ત 6 સ્પીડ મેન્યુઅલ સાથે આવે છે. તેમાં1.5 લિટરનું ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન પણ મળે છે, જે 143hp પાવર અને 250Nm ટોર્ક જનરેટ કરે છે. સ્માર્ટ હાઇબ્રિડને આ એન્જિન સાથે પેર પણ કરી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here