MG Hector Plus આવતા મહિને લોન્ચ થશે, આ 6 સીટર કારમાં ત્રણ એન્જિન ઓપ્શન આવશે

0
0

દિલ્હી. MG તેની ઇન્ડિયન પ્રોડક્ટનો પોર્ટફોલિયો વધારવા જઈ રહી છે. કંપની આગામી મહિને ભારતમાં MG Hector Plus 6 સીટર લોન્ચ કરશે. એક ટ્વીટનો જવાબ આપતા કંપનીએ એ કન્ફર્મ કર્યું કે, આ કાર આવતા મહિને ભારતમાં એન્ટ્રી કરશે. MG Hector ભારતમાં કંપનીની પહેલી કાર હતી અને તેના Plus વર્ઝનની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. હવે સમાચાર મળી રહ્યા છે કે કંપની આ કારને 6 સીટર હેક્ટરને માર્કેટમાં ઉતારશે.

7 સીટર વર્ઝન પણ આવશે
6 સીટરની રાહ તો આવતા મહિને પૂરી થઈ જશે. પરંતુ આ કારના 7 સીટર વર્ઝ માટે થોડી વધારે રાહ જોવી પડશે. 7 સીટર હેક્ટર આ વર્ષના અંત સુધીમાં લોન્ચ થવાની શક્યતા છે.

માર્કેટમાં કોમ્પિટિટર
ભારતમાં હેક્ટર પ્લસની ટક્કર Tata Gravitas સાથે થશે. તેમજ, તે ટોયોટા ઇનોવા ક્રિસ્ટાનો સસ્તો ઓપ્શન પણ હશે. આ કારની કિંમત ઇનોવા ક્રિસ્ટા કરતાં આશરે 3 લાખ રૂપિયા સુધી ઓછી હોઈ શકે છે.

પહેલા કરતાં વધારે સ્પેસ મળશે
હેક્ટર પ્લસની વધતી લંબાઇના કારણે તેમાં ત્રીજી રો આપવામાં આવી છે. તેના 6 સીટર વર્ઝનમાં બીજી લાઇનમાં બે કેપ્ટન સીટ્સ મળશે. ત્રીજી લાઇનની સીટ પર બેસવા માટે આ બંને સીટ્સ ફોલ્ડ કરી શકાશે. તેમજ, 7 સીટર વર્ઝનમાં બીજી રોમાં 60:40 સ્પ્લિટ બેંચ સીટ હશે. તેનો અર્થ એ કે તેમાં બેસનારાને વધારે સ્પેસ મળશે.

હેક્ટર પ્લસની એન્જિન ડિટેલ્સ
હેક્ટર પ્લસ બે વેરિઅન્ટ 6 અને 7 સીટરમાં 5 સીટર હેક્ટરવાળું જ એન્જિન આપવામાં આવશે. એટલે કે આ કારમાં પણ 3 એન્જિન ઓપ્શન મળશે. તેમાં 1.5 લિટર ટર્બો પેટ્રોલ, 48V માઇલ્ડ હાઇબ્રિડ સાથે 1.5 લિટર પેટ્રોલ અને 2.0 લિટરનું ડીઝલ એન્જિન સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here