લોકડાઉનમાં મદદ : એમજી મોટર ઈન્ડિયા પોલીસની ગાડીઓને સેનિટાઈઝ કરશે, કંપની આ સર્વિસ ફ્રીમાં આપશે

0
9

એમજી મોટર ઈન્ડિયા કોરોનાવાઈરસની મહામારીનો સામનો હિંમતભેર કરી રહી છે. એક નવી પહેલમાં આ ઘાતક બીમારીનો સામનો કરનાર પોલીસના પ્રયત્નોની પ્રશંસા કરતા કંપની તેમની ગાડીઓને સેનિટાઈઝ કરવાનો નિર્ણય લીધો છે. લોકડાઉનનો સમયગાળો પૂર્ણ થયા બાદ કંપનીના વર્કશોપમાં આ સુવિધા આપવામાં આવશે. આ સર્વિસ કંપની ફ્રીમાં આપશે અને ડીલરોને જે પણ ખર્ચો આવશે તેની ભરપાઈ પણ કંપની તરફથી કરવામાં આવશે.

જો કે આ ગાડીઓ કોઈપણ કંપનીની હોઈ શકે છે. એમજી મોટર ઈન્ડિયાના જણાવ્યા પ્રમાણે, “એક વખત અમે અમારા વર્કશોપમાં કામ શરૂ કરીએ છીએ તો અમે પોલીસની ગાડીઓ ત્યાં લાવી શકીએ છીએ. એક વખત સેનિટાઈઝ કરવામાં લગભગ 1,000 રૂપિયાનો ખર્ચ થાય છે અને અમને અપેક્ષા છે કે મે મહિનામાં અમે આ પહેલ પર લગભગ રૂ 25 લાખવો ખર્ચ કરીશું”.

તે ઉપરાંત એમજી મોટરે વેન્ટિલેટ બનાવવાનું પણ કામ શરૂ કરી દીધું છે. કોરોનાવાઈરસના સંકટનો સામનો કરવા માટે કંપની સ્વાસ્થ્ય અને સ્વચ્છતા કિટ, PPE (પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ) કિટ, સર્જિકલ માસ્ક, ગ્લોવ્સ, સેનિટાઈઝર અને રાશન કિટ પણ વહેંચી છે. એમજી ઈન્ડિયાએ મેડિકલ સહાય માટે રૂ.2 કરોડ ખર્ચ કરવાનું વચન આપ્યું છે. ગુજરાતમાં હાલોલમાં તેના કારખાનાની પાસે કંપની 100 સભ્યોની મહિલા છાત્રાલય પણ બનાવી રહી છે, જેમાં રહેવાની, ખાવાની અને પરિવહન સુવિધા પૂરી પાડવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here