એમજી મોટર્સે નવી પ્રીમિયમ સિડેન R6 શોકેસ કરી, ભારતમાં માર્ચ 2021 સુધીમાં લોન્ચ થશે

0
46

ઓટો ડેસ્કઃ એમજી મોટર્સ ઇન્ડિયા લિમિટેડે ગ્રેટર નોઇડામાં ચાલી રહેલા ઓટો એક્સ્પો 2020માં અનેક નવી પ્રોડક્ટ્સ અને કોન્સેપ્ટ કાર્સ રજૂ કરી છે. કંપનીએ એમજી હેક્ટર પ્લસ લઇને આવી, જે જૂની એમજી હેક્ટરનું જૂનું વેરિઅન્ટ કહી શકાય છે. તેમાં બેસવા માટે ત્રીજી લાઇન પર પણ સીટ આપવામાં આવી છે. આ ઉપરાંત, કંપનીએ Marvel X અને ZS પેટ્રોલ વર્ઝન જેવાં મોડેલ્સ પણ શોકેસ કર્યા છે. આ સાથે જ કંપની નવી પ્રીમિયમ સિડેન કાર MG RC6 પણ લઇને આવી છે.

આ એમજીની આસિસ્ટન્ટ બ્રાંડ Baojunની rc6 સિડેન કાર પર બેઝ્ડ છે, જેને પહેલીવાર MGની બ્રાંડિંગ સાથે રજૂ કરવામાં આવી છે. આ કારમાં કૂપ, સિડેન અને suv ત્રણેયનું મિક્સિંગ છે. કારનો શેપ થોડો હટકે છે. તેની બેક પ્રોફાઇલ તમને BMW3 સિરીઝ GTની યાદ અપાવશે અને કૂપ કારની ફીલિંગ આપશે. તેમજ, તેનું ઊંચું ગ્રાઉન્ડ ક્લિયરન્સ (198mm) SUVની ફીલ આપે છે. આ સિવાય, તેની લંબાઈ અને ઓવરઓલ લુક જોઇને આ એક સિડેન કાર જ કહેવાશે. કારનું વ્હીલબેઝ 2,800mm છે.

MG RC6 સિડેનમાં 1.5 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવશે. કંપનીએ આ જ એન્જિન હેક્ટર કારમાં પણ આપ્યું છે. આ સિવાય, કંપની 2.0 લિટરનું ડીઝલ એન્જિન પણ લાવી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ ગાડી ભારતમાં માર્ચ 2021 સુધી લોન્ચ થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here