હેક્ટર પછી MGની ZS EV કાર પણ સક્સેસફુલ, બુકિંગનો આંકડો 3,000 યૂનિટ્સ વટાવી ગયો

0
16

ઓટો ડેસ્કઃ MG મોટર્સ ધીમે-ધીમે ઇન્ડિયાના ઓટોમોબાઇલ માર્કેટમાં પોતાની ઓળખ બનાવી રહી છે. તેની હેક્ટર કાર તો લોકપ્રિય બની જ ગઈ છે. પરંતુ હવે તેની બીજી કાર ZS EV પણ માર્કેટમાં સક્સેસફુલ થઈ ગઈ છે. કંપનીએ ફેબ્રુઆરી 2020માં આ કારનાં 1,376 યૂનિટ્સ સેલ કર્યાં છે. કંપનીએ તાજેતરમાં જ ભારતમાં તેની પહેલી ઇલેક્ટ્રિક કાર MG ZS EV લોન્ચ કરી હતી. આ કારને ભારતમાં શાનદાર રિસ્પોન્સ મળ્યો છે. લોન્ચિંગ બાદ પહેલા મહિનામાં જ આ કારના 158 યૂનિટ્સ વેચાઈ ગયાં હતાં. તેમજ, આ કારનું બુકિંગ અત્યાર સુધી 3,000 યૂનિટ્સનો આંકડો વટાવી ગયું છે. ઇલેક્ટ્રિક કાર માટે આ આંકડો ખરેખર વખાણવાલાયક છે.

કિંમત
આ ઝીરો એમિશનવાળી કારના એક્સાઇટ વેરિઅન્ટની કિંમત 20,88,000 રૂપિયા રાખવામાં આવી છે. તેમજ, એક્સક્લુઝિવ વેરિઅન્ટની કિંમત 23,58,000 રૂપિયા રાખવામાં આવી છે.

ફક્ત 50 મિનિટમાં ફુલ ચાર્જ
MG ZS EV કાર AC ફાસ્ટ ચાર્જરથી 6થી 8 કલાકમાં 80% સુધી ચાર્જ થઈ જશે. જો કારને ચાર્જ કરવા માટે DC સુપરફાસ્ટ ચાર્જરથી તેને 50 મિનિટથી પણ ઓછા સમયમાં ફુલ ચાર્જ કરી શકાય છે.

ફુલ ચાર્જ પર રેન્જ 340 કિમી
ZS EVમાં 44.5 kWh બેટરી પેક નાખવામાં આવ્યું છે. એકવાર ફુલ ચાર્જ થવા પર આ ઇલેક્ટ્રિક SUV 340 કિમી સુધી ચાલશે. આ લિથિયમ આયન બેટરીને 50 kW DC ચાર્જરથી 40 મિનિટમાં 80% સુધી ચાર્જ કરી શકાય છે, જ્યારે સ્ટાન્ડર્ડ 7.4 kW ચાર્જરથી ચાર્જ કરવામાં આશરે 7 કલાકનો સમય લાગશે. કંપની આ ઇલેક્ટ્રિક SUV સાથે 7.4 kWh ચાર્જર પણ આપશે. MGની આ ઇલેક્ટ્રિક SUVની મોટર 141 bhp પાવર અને 353 Nm ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે, આ કાર ફક્ત 8 સેકંડમાં કલાક દીઠ 0-100 કિમીની સ્પીડ પકડી લેશે. તેની બેટરી વોટર અને ડસ્ટ પ્રૂફ છે.

મોડર્ન ફીચર્સ
આ કારના ફ્રંટમાં પહોળી ક્રોમ ગ્રિલ, પ્રોજેક્ટર હેડલેમ્પ અને રિઅરમાં LED ટેલલેમ્પ આપવામાં આવ્યા છે. SUVની કેબિન બ્લેક કલરમાં છે. ડેશબોર્ડ અને ડોર પેડ્સ પર સિલ્વર એક્સન્ટ્સ આપવામાં આવ્યું છે. કારમાં એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો સાથે 8 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. આ ઉપરાંત, તેમાં ફ્લેટ બોટમ સ્ટિયરિંગ વ્હીલ, ફ્રંટ અને રિઅરમાં USB મોબાઇલ ચાર્જિંગ, બ્લુટૂથ કનેક્ટિવિટી, રિઅર વ્યૂ કેમેરા, સનરૂફ I Smart EV 2.0 કનેક્ટેડ કાર ટેક્નોલોજી અને એર પ્યુરિફાયર જેવાં ફીચર્સ ઉમેરવામાં આવ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here