અમદાવાદ : માઇકા એમબીએના વિદ્યાર્થીઓને વર્ક ફ્રોમ હોમ, ડિજિટલ વર્લ્ડ, ડેટા પ્રોટેશન જેવા વિષય ભણાવશે.

0
0

માઇકામાં ચાલતા એમબીએ પ્રોગ્રામમાં કોરોના બાદ કંપનીઓની બદલાયેલી નીતિ વિશે વિદ્યાર્થીઓ વાકેફ થાય તે માટે ‘ગ્લોબલ ગવર્નન્સ, ચેન્જ એન્ડ ટ્રાન્સફોર્મેશન (જીસીટી)’ કોર્સ શરૂ કરાયો છે. એમબીએના પહેલા વર્ષના વિદ્યાર્થીઓને 16 લેક્ચરમાં વર્ક ફ્રોમ હોમ, ડિજિટલ વર્લ્ડ, ડેટા પ્રોટેક્ટ જેવી બાબતો ભણાવવામાં આવશે. એમબીએના 169 વિદ્યાર્થીને આ અભ્યાસ કરાવાશે.

કોરોના બાદ કંપનીઓની બદલાતી નીતિ અને નિયમોને કારણે ભવિષ્યમાં કંપની સાથે જોડાનારા વિદ્યાર્થીઓઅે પણ કોવિડ બાદની નવી નીતિ વિશે જાણવું જરૂરી છે. કોરોના બાદ કંપનીઓમાં વર્કફ્રોમ હોમનો નવો કોન્સેપ્ટ શરૂ થયો છે. જેથી એચઆરના નિયમોમાં પણ બદલાવ થયો છે. જેના કારણે વિદ્યાર્થીઓએ કોવિડ બાદની નીતિઓ વિશે અભ્યાસ કરવો જરૂરી છે. આ કોર્સમાં દેશની સાથે અન્ય દેશોએ લાગુ કરેલી પોલિસીનો અભ્યાસ કરાવાશે. કોર્સમાં કોરોના ક્રાઇસીસ, ગવર્નન્સ બેઝિક, કોર્પોરેટ અને ભવિષ્યની લિડરશીપ વિશે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવાશે. ફેકલ્ટી અને માઇકાના એલ્યુમની સુકરણ ઠાકુરે જણાવ્યું હતું કે, એમબીએના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં કંપનીના મેનેજમેન્ટ સાથે જોડાવવાના છે. તેથી કોવિડ બાદની નીતિ વિશે તેઓ માહિતીગાર હોવા જોઇએ. આ કોર્સમાં અમે વિદ્યાર્થીઓની દેશની નીતિની સાથે વિવિધ દેશોની કોરોનાની નીતિ વિશે 16 લેક્ચરમાં માહિતી આપીશું.

મેનેજમેન્ટ કોલેજો ફેરફાર અપનાવશે

કોવિડ બાદ કંપનીઓની બદલાયેલી પોલીસીઓને ધ્યાને વિવિધ આઇઆઇટી અને મેનેજમેન્ટ કોલેજોના કોર્સમાં પણ પોસ્ટ કોવિડ પોલિસીનો અભ્યાસ શરૂ થઇ શકે છે. કારણ કે આવનારા સમયમાં વિદ્યાર્થીઓ માટે બદલાયેલી પોલિસીને સમજવાની જરૂર છે.

નવા ભવિષ્ય માટે વિદ્યાર્થી તૈયાર થશે

માઇકાના ડીન ડો. પ્રિતિ શ્રોફે જણાવ્યું હતું કે, અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે કોવિડ પછીના કોર્પોરેટ, શહેરો અને ગવર્નન્સ વિશે વિદ્યાર્થીઓને તૈયાર કરવા. માઇકાના એલ્યુમની પણ આ સ્થિતિમાં ઇન્ડસ્ટ્રીઝ એપ્રોચ અને ઇ કોમર્સ કઇ રીતે થઇ શકે તેના વિશે માહિતી આપશે. ઇન્ડસ્ટ્રીઝના લિડર ડેટા ગવર્નન્સ, બ્રાન્ડ, લિગલ કોમ્પાઇન્સ વગેરેની માહિતી આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here