પીવાના પાણીમાં રહેલાં માઇક્રોપ્લાસ્ટિક્સ હાનિકારક નથી: WHO

0
14

હેલ્થ ડેસ્ક: પેકેજ્ડ અને પ્લાસ્ટિકની પાણીની બોટલના ઉપયોગને કારણે માઈક્રોપ્લાસ્ટિકની માત્રા પીવાના પાણીમાં વધતી જાય છે. માઈક્રોપ્લાસ્ટિકની અને સ્વાસ્થ્યના સબંધને લઈને WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન)એ એક રિપોર્ટ જાહેર કર્યો છે.

માઈક્રોપ્લાસ્ટિકની કોઈ નિશ્ચિત પરિભાષા નથી હોતી. પરંતુ WHOના જણાવ્યા, અનુસાર માઈક્રોપ્લાસ્ટિક પ્લાસ્ટીકના ખૂબ જ નાના અંશ અને રેસા હોય છે. તેનો આકાર સામાન્ય રીતે 5mmથી નેનો હોય છે. જો કે, પીવાનાં પાણીમાં તે 1mm જેટલા નાના પણ હોઈ શકે છે. 1mmથી નાના પલાસ્ટીકના કણોને નેનોપલાસ્ટીક કહેવામાં આવે છે.

મોટા કદના માઈક્રોપ્લાસ્ટિક શરીરમાં જતા નથી
WHOના રિપોર્ટ અનુસાર, 150 માઈક્રોમીટરથી મોટા માઈક્રોપલાસ્ટીકની શરીરમાં જવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે. નેનો માઈક્રોપ્લાસ્ટિકની શરીરમાં જવાની સંભાવના વધારે હોય છે પરંતુ, આ પાર્ટિકલ્સ શરીરમાં જમા થઈને શરીરને નુકસાન કરતા નથી. WHO જણાવે છે કે, ખતરનાક બેક્ટેરિયાને દૂર કરવા માટે યોગ્ય વેસ્ટ વોટર ટ્રીટમેન્ટથી 90%થી વધુ માઇક્રોપ્લાસ્ટિક્સ પાર્ટિકલ્સ દૂર થાય છે.

200 કરોડ લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર 
વૈજ્ઞાનિકોનું માનવું છે કે,પીવાના પાણીમાં માઈક્રોપ્લાસ્ટિકની નિયમિત તપાસ કરવી જરૂરી નથી. તેના બદલે વધારે નુકસાન પહોંચાડતા બેક્ટેરિયા અને વાઇરસને દૂર કરવા માટે વધારે ધ્યાન આપવાની જરૂર છે. WHO અનુસાર, દુનિયાભરમાં 200 કરોડ લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર છે. તેથી, પાણીની સ્વચ્છતા પર વધારે ધ્યાન આપવાની જરૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here