ભુજ : આધેડ દંપતિએ સજોડે હમીરસર તળાવમાં ઝંપલાવી આયખું ટુંકાવ્યું

0
17

ભુજઃ શહેરના હમીરસર તળાવમાં સોમવારે એક આધેડ દંપતિએ સજોડે તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લેતાં આપઘાતના આ બનાવે શહેરભરમાં ભારે અરેરાટી સર્જી દીધી છે. આપઘાતની આ ઘટના સોમવારે સવારે સાડા આઠ વાગ્યાના અરસામાં પ્રકાશમાં આવી હતી. હતભાગી દંપતિએ આર્થિક સંકડામણથી કંટાળીને આ આખરી પગલું ભરી લીધું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે. હમીરસમાં બે લાશ તરતી હોવાની માહિતી મળતાં ઇમરજન્સી 108 અને ભુજ પાલિકાની ફાયર શાખાના તરવૈયાઓ પહોંચી ગયા હતા અને તળાવમાંથી લાશ બહાર કાઢવાની કામગીરી કરી હતી.

પોલીસ મથકેથી જાણવા મળેલી વિગત અનુસાર આપઘાત કરી લેનાર દંપતિનું નામ શ્યામભાઇ બ્રહમક્ષત્રિય અને કલ્પનાબેન બ્રહમક્ષત્રીય હોવાનું અને તેઓ જુની શાક માર્કેટ પાસે આવેલ સુરસાગર એપાર્ટમેન્ટમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. હતભાગી દંપતિ સવારે સાડા સાત વાગ્યે ઘરેથી નિકળી ગયું હતું અને એક કલાક પછી સાડા આઠ વાગ્યે બન્નેની લાશ તળાવમાંથી મળી આવી હતી.

તપાસનીશ મેઘરાજભાઇએ વિગત આપતાં કહ્યું કે આપઘાત કરવા પાછળનું કોઇ સ્પષ્ટ કારણ જાણવા મળ્યુ નથી પણ પ્રાથમિક તબક્કે આર્થિક સંકડામણ કારણભુત હોવાનું લાગી રહ્યું છે. થોડા સમય પહેલાં તેમણે બેગનો વ્યવસાય શરૂ કર્યો હતો તેમના પુત્રો મોબાઇલ રિપેરીંગનો ધંધો કરતા હોવાનું જણાવ્યું હતું.

ત્રણ સંતાનોએ છત્રછાયા ગુમાવી
તળાવમાં ઝંપલાવી આપઘાત કરનાર શ્યામભાઇ અને કલ્પનાબેનને સંતાનમાં 2 દિકરા એ 1 દિકરી છે. એકાએક બન્નેએ આપઘાત કરી આયખું ટુંકાવી લેતાં ત્રણેય સંતાનો માતા-પિતાની છત્રછાયા ગુમાવવા સાથે નોંધારા બની ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here