કપડવંજની રત્નાકર સોસાયટી સામે રહેતા પ્રદિપભાઈ જશુભાઈ સોની (લાઈટવાળા) પરિવાર સાથે કપડવંજથી ગોધરા તરફ જઈ રહ્યા હતા. ત્યારે કઠલાલના ખારવાના મુવાડા ગામ નજીક હાઈવે પર રોડ સાઈડમાં ટ્રક ઉભી હતી. તે સમયે પ્રદિપભાઈના દીકરા સ્વપ્નેશે પુરઝડપે કાર ચલાવતા કાર ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં પ્રદિપભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે તેમના પત્ની પ્રવિણાબેનને ઈજા પહોંચતા કપડવંજની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ધવલ જયંતિભાઈ સોનીએ કઠલાલ પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી હતી.
KHEDA : ઉભેલી ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં આધેડનું મોત
- Advertisement -
કઠલાલના ખારવાના મુવાડા ગામ નજીક રોડ પર ઉભેલી ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં કપડવંજના એક આધેડનું મોત નિપજ્યું હતું. જ્યારે તેમના પત્નીને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા. આ અંગે કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
- Advertisment -