દિલ્હી હિંસા : પોલીસને ઠપકો આપનાર હાઈકોર્ટ જજની અડધી રાતે ટ્રાન્સફર, આજે ચીફ જસ્ટિસ પટેલની કોર્ટમાં સુનાવણી

0
12

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા(CAA)ની વિરુદ્ધના દેખાવોમાં હિંસા અને નેતાઓને ભડકાઉ નિવેદનોને લઈને દિલ્હી પોલીસને ઠપકો આપનાર દિલ્હી હાઈકોર્ટના જજ એસ મુરલીધરનની ટ્રાન્સફર પંજાબ અને હરિયાણા હોઈકોર્ટમાં કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે બુધવારે રાતે આ અંગેની નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પહેલા જસ્ટિસ મુરલીધરને 3 કલાક સુધી ચાલેલી સુનાવણી દરમિયાન પોલીસ કમિશ્નરને ભડકાઉ ભાષણોના તમામ વીડિયો બતાવવા અને એફઆઈઆર નોંધવાનો આદેશ કર્યો હતો. આજે આ મામલામાં ચીફ જસ્ટિસ ડી એન પટેલની કોર્ટમાં સુનાવણી થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here