મિલિંદ સોમણે કોરોનાગ્રસ્ત થયાની ઘોષણા ટ્વિટર પર કરી

0
5

મહારાષ્ટ્રમાં કોરોનાના દરદીઓમાં ઝડપી વધારો થઇ રહ્યો છે. બોલીવૂડ સેલિબ્રિટિઓ પણ કોરોના સપાટામાં આવી રહી છે. હવે આ યાદીમાં મિલિંદ સોમણનું નામ પણ સામેલ થયું છે.

મિલિંદ સોમણે કોરોનાગ્રસ્ત થયાની ઘોષણા ટ્વિટર પર કરી છે. તેણે લખ્યું છે કે, મારી ટેસ્ટ પોઝિટિવ આવી છે અને હું હોમ ક્વોરન્ટાઇન થયો છું.

મિલિંદે વધુમાં જણાવ્યું હતું કે, હું બીએમસીની ગાડિલાઇન્સનું પાલન કરી રહ્યો છું. તેમજ ડોકટર્સના સંપર્કમાં પણ છું.

ઉલ્લેખનીય છે કે,અત્યાર સુધીમાં કાર્તિક આર્યન, આમિર ખાન, આર. માધવન, રમેશ તોરાની, રણબીર કપૂર, સંજય લીલા ભણશાલી કોરોનાના સપાટામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here