કાર્તિક પૂર્ણિમા નિમિત્તે સરિયુ નદીમાં લાખો શ્રદ્ધાળુઓએ આસ્થાની લગાવી ડૂબકી

0
0

આજે કાર્તિક પૂર્ણિમા-દેવદિવાલી અને ગુરુ પર્વની ઉજવણી દેશભરમાં ખૂબ ઉત્સાહ સાથે મનાવવામાં આવી રહી છે. મંગળવારે કાર્તિક પૂર્ણિમા નિમિત્તે લાખો લોકોએ સરિયુ નદીમાં આસ્થાની ડૂબકી લગાવી છે, આજે દેવ દીવાલી પણ અયોધ્યામાં ધામધૂમથી ઉજવાશે. આ વખતે કાર્તિક પૂર્ણિમા ખૂબ જ વિશેષ છે, જો કે સાવચેતીનાં ભાગરૂપે અયોધ્યામાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે સુપ્રિમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય 9 નવેમ્બરનાં રોજ અયોધ્યા વિવાદ પર આવ્યો છે, જે મુજબ અત્યાર સુધી વિવાદિત રહેલી જમીન પર રામલાલા વિરાજમાન રહેશે, બીજી તરફ સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને મસ્જિદ માટે અલગથી જમીન આપવા સૂચના આપી છે. આ નિર્ણય બાદ આજે અયોધ્યામાં સ્થિતિ સામાન્ય છે. ઉલ્લેખનીય છે કે વારાણસી, હરિદ્વાર સહિતનાં ઘણા ભાગોમાં, હજારો લોકોએ આજે ગંગામાં ડૂબકી લગાવી છે, જ્યારે આજે સવારથી જ મંદિરોમાં ઉપાસકોનો ધસારો જોવા મળી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે કાર્તિક પૂર્ણિમા પર ગંગા સ્નાન કરવાથી પાછલા બધા પાપો દૂર થાય છે અને આરોગ્ય સુધરે છે.

હિન્દુ શાસ્ત્રોમાં લખ્યું છે કે, કાર્તિક પૂર્ણિમા પર દેવી તુલસીનો જન્મ વૈકુંઠ ધામમાં થયો હતો અને દેવી તુલસીનો જન્મ કાર્તિક પૂર્ણિમા પર પૃથ્વી પર થયો હતો. આ દિવસે ભગવાન વિષ્ણુએ પ્રલયકાળમાં વેદોની રક્ષા માટે તથા સૃષ્ટિને બચાવવા માટે મત્સ્ય અવતરા ધારણ કર્યો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here