જગત જમાદાર અમેરિકા પણ ભયાનક મંદીમાં ડુબી શકે છે, કોર્પોરેટ ક્ષેત્રમાં લાખો નોકરીઓ જશે

0
11

આર્થિક નિષ્ણાતોએ એક સર્વેમાં એવો અભિપ્રાય સામૂહિક રીતે વ્યક્ત કર્યો છે કે દુનિયાનું સૌથી મોટું અર્થતંત્ર અમેરિકા બે વર્ષની અંદર ભયાનક મંદીમાં સપડાઇ જશે. આ ઉપરાંત ગ્લોબલ ફંડ મેનેજર્સનું કહેવું છે કે આગામી ૧૨ મહિનામાં આઠ વર્ષની સૌથી ભયાનક મંદી આવી રહી છે.

બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિન્ચના સર્વે અનુસાર ૩૪ ટકા ફંડ મેનેજર્સનું માનવું છે કે એક વર્ષમાં મંદી જોવા મળશે.તેમના જણાવ્યા અનુસાર અમેરિકાની સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વના પગલાથી આ મંદીની શરૂઆત થોડા સમય માટે પાછળ ધકેલાઇ ગઇ છે. આ સર્વે રિપોર્ટ એવા સમયે આવ્યો છે, જ્યારે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા મંદીમાં ઘેરાઇ રહ્યું હોવાનો ઇન્કાર કર્યો છે.

આ સર્વે ૨ ઓગસ્ટથી ૮ ઓગસ્ટ વચ્ચે કરવામાં આવ્યો હતો અને કુલ ૨૨૪ પેનલિસ્ટ તેની સાથે સંકળાયેલા હતા કે જેઓ દુનિયાભરમાં ૫૫૩ અબજ ડોલરના ફંડનું મેનેજમેન્ટ કરે છે. સર્વેમાં જણાવાયું છે કે મોટા ભાગના ઇન્વેસ્ટર્સનું માનવું છે કે કોર્પોરેટ કંપનીઓએ પોતાની બેલેન્સશીટ સુધારવા બાયબેક અને અન્ય વિકલ્પના સ્થાને કેશનો ઉપયોગ કરવો જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here