Wednesday, September 29, 2021
Home'મિમી' મૂવી રિવ્યુ : માતાના માન-સન્માન અને તેને સમર્પિત છે સ્ટારર 'મિમી'
Array

‘મિમી’ મૂવી રિવ્યુ : માતાના માન-સન્માન અને તેને સમર્પિત છે સ્ટારર ‘મિમી’

કોરોનાકાળમાં મધરહુડ પર બે સારી અને અલગ વિચારધારાવાળી ફિલ્મો આવી છે. એક વિદ્યા બાલનની ‘શકુંતલા દેવી’ અને બીજી કૃતિ સેનન, પકંજ ત્રિપાઠીની ‘મિમી’ છે. ‘શકુંતલા’એ તેની કારકીર્દિને બદલે તેના બાળકોને પ્રાધાન્ય આપ્યું હતું, પરંતુ અહીં મિમીએ પોતાના બાળકના કારણે પોતાના સપનાઓન તિલાંજલી આપી દીધી. સારી વાત એ છે કે બંનેની ભૂમિકા પ્રેરણાદાયક છે. મિમી ઈમોશનથી ભરપૂર છે. દરેક પાત્ર હોવાના નક્કર કારણો છે.

ફિલ્મના પાત્રો ઘણી વખત તમારી આંખો ભીની કરી દેશે
‘તારે જમીન પર’ બાદ ‘મિમી’ બીજા ક્રમે છે, જેના ઘણા પાત્રો ઘણી વખત આંખો ભીની કરે છે. તાજેતરના વર્ષોમાં બાયોપિક અને રીમેક ફિલ્મોએ સફળતા અને જાદુઈ ઉપલબ્ધીઓનો ઓવરડોઝ આપ્યો. ત્યારબાદ મનોરંજન માટે જે જગ્યા બચી, ત્યાં ફ્લોપ એક્શન ફિલ્મોએ ઘુસણખોરી કરી. આશ્ચર્યજનક બાબત એ છે કે એક્શન અને વિઝ્યુઅલથી વધારે અસર લાગણીઓની થાય છે.

12 વર્ષ પહેલા આવેલી મરાઠી ફિલ્મનું એડેપ્ટેશન છે ‘મિમી’
‘મિમી’ 12 વર્ષ પહેલા આવેલી મરાઠી ફિલ્મ ‘મલા આય વ્હાચય’ની એડેપ્ટેશન છે. આ કામ રોહન શંકર, લક્ષ્મણ ઉતેકર અને સમૃદ્ધિ પોરે સારી રીતે કર્યું હતું. ફિલ્મની આખી જવાબદારી કોઈ એક કલાકારના ખભા પર નથી નાખી દેવામાં આવી. લીડ રોલમાં પંકજ ત્રિપાઠી અને કૃતિ સેનન ભૂમિકા નિભાવી રહ્યા છે. પરંતુ તેમને સાંઇ તામ્હંકર સિવાય તેમને અમેરિકન દંપતી બનેલા એડન વ્હાઈટોક અને એલવિન એડવર્ડ્સનો પણ ટેકો મળ્યો છે. એડન અને એલવિને એક નિઃસંતાન દંપતિનું દુઃખ અને બેચેની રજૂ કરી છે. એલવિન ઈન્ડિય નથી, પરંતુ હિન્દી ડાયલોગ્સ સારી રીતે બોલે છે. તેનું પરફોર્મન્સ ‘લગાન’ની રેચલ જેવું છે.

‘મિમી’એવી માતા છે, જે દેવકી અને યશોદા બંને છે
ફિલ્મની તાકત તેની રાઈટિંગમાં છે. તેના ડાયલોગમાં ફિલોસફી છે. જેમ કે, સમા કહે છે, ‘હમ જો સોચતે હૈ, વો જિંદગી નહીં હોતી, હમારે સાથ જો હોતા હૈ વો જિંદગી હોતી હૈ.’ અથવા મિમીની માતાનું કહેવું છે, ‘બચ્ચા પૈદા કરને પર ઉતના દર્દ નહીં હોતા, જિતના ઉસકે ભટક જાને પર હોતા હૈ.’ ખુદ મિમીએ પોતાના પરિવારના લોકોને જવાબ આપે છે, પરિવાર સિવાય પણ ઓળખ મારી છે. ભાનુ તરીકે પંકજ ત્રિપાઠીના સંવાદ હાસ્ય, ટોણા અને વિચારથી ભરેલા છે. તે ડ્રાઈવરના રોલમાં છે અને ફિલ્મને ડ્રાઈવ કરીને લઈ જાય છે. ઉદાહરણ તરીકે, ડ્રાઈવરનો એક નિયમ હોય છે, તે પેસેન્જરને રસ્તાની વચ્ચે ક્યારેય નથી છોડતો. મેકર્સે કેરેક્ટરને હાજર જવાબ દર્શાવ્યા છે. મિમી એવી માતા છે, જે દેવકી અને યશોદા બંને છે. તેથી આ સિમ્પલ જેવી લાગતી કહાનીમાં પણ ઘણા નવા ટ્વિસ્ટ આવે છે. અમુક સમયે ફિલ્મ મુદ્દાથી ભટકતી જોવા મળે છે. આ જ ખામીને કારણે ફિલ્મ 21 મિનિટ બાદ થોડી ધીમી હોવા છતાં ફરીથી પાટા પર આવી જાય છે. ક્લાઈમેક્સ સુધી આવતા આવતા ફરીથી ફ્લોલેસ થઈ જાય છે.

ફિલ્મની કહાની
ફિલ્મ અમેરિકન કપલ સારા (એવલિન) અને જ્હોન (એડિયન)ની ભારત યાત્રાથી શરૂ થાય છે. રાજસ્થાનમાં ભાનુ (પંકજ ત્રિપાઠી) સાથે મુલાકાત થાય છે. ભાનિ શેખાવતીની પરમસુંદરી મિમી (કૃતિ સેનન) તેમના બાળકની સરોગેટ માતા બનવા માટે તૈયાર કરી લે છે. ભાનુ અને મિમીને પૈસા પણ મળે છે. મિમી ખુશ છે કે, તે પૈસાથી તે મુંબઈમાં પોતાના સપના પૂરા કરી શકશે. અચાનક જ્હોન અને સારા એક કારણે વચ્ચેથી જ બધું છોડીને જતા રહે છે. અહીં મિમીની મિત્ર સમા (સાંઈ તામ્હંકર) સામે આવે છે. હવે મિમીએ નિર્ણય કર્યો હોય છે, ફિલ્મ તેના પર છે. લેખકોએ આ બધી ઘટનાઓને એવી રીત દર્શાવી છે કે કેરેક્ટરના નિર્ણય ખોટા હોવા છતાં પણ કોઈને નફરત નથી થતી. કોવિડકાળમાં લાંબા સમય બાદ ‘મિમી’ જેવી સારી ફિલ્મ આવી છે. ફિલ્મમાં રહેમાનનું સંગીત છે, પરંતુ ‘ધ રહેમાન’ મિસિંગ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments