કોરોનાની આગળ મંત્રી લાચાર : વીકે સિંહે સોશિયલ મીડિયા પર લખ્યું- મારા સંક્રમિત ભાઈને બેડની જરૂરિયાત છે

0
5

કોરોનાને પગલે સ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ છે કે કેન્દ્ર સરકારના મંત્રીઓને પણ બેડ માટે સોશિયલ મીડિયા પર ગુહાર લગાવી પડી રહી છે. કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહે રવિવારે પોતાની પોસ્ટની મદદથી ગાઝિયાબાદના DMને એક બેડ અપાવવાની અપીલ કરી છે. આ પોસ્ટ પછી એવા સમાચાર ફેલાય ગયા કે વીકે સિંહે પોતાના ભાઈ માટે બેડ માંગ્યો છે. જો કે બાદમાં સિંહે સ્પષ્ટ કર્યો કે તેઓએ પોતાના ભાઈ માટે નહીં, પરંતુ કોઈ અન્ય માટે બેડની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું.

વાયરલ થયેલી પોસ્ટ મંત્રીએ બાદમાં ડિલીટ કરી
મંત્રી પોસ્ટ પર પ્રશાસનમાં હડકંપ જોવા મળ્યો. જે બાદ ગાઝિયાબાદથી જ સાંસદ વીકે સિંહે લખ્યું કે મેં પોસ્ટ માત્ર એટલા માટે કરી હતી, કે જેથી જિલ્લા પ્રશાસન પીડિત સુધી પહોંચીને તેને મદદ કરી શકે.તેઓએ કહ્યું, ‘જેના માટે પોસ્ટ કરી હતી, તે મારા ભાઈ નથી. અમારો લોહીનો સંબંધ પણ નથી, પરંતુ માનવતાનો સંબંધ જરૂર છે. મને લાગે છે કે આ રીતે મેં મદદ માગી તે કેટલાંક લોકોને પસંદ નથી આવ્યું.’ જે બાદ તેઓએ મૂળ પોસ્ટ ડિલીટ કરી દિધી હતી.

સિંહ વિરૂદ્ધ ચૂંટણી લડનારી ડોલી શર્માએ કહ્યું- કામ થઈ ગયું
વીકે સિંહની પોસ્ટના થોડા સમય પછી તેમની વિરૂદ્ધ ચૂંટણી લડી ચુકેલી કોંગ્રેસ નેતા ડોલી શર્માએ કહ્યું કે જે દર્દી માટે બેડની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું, તેને હાપુડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

શું UPમાં વધશે લોકડાઉનનો સમય?
ઉત્તરપ્રદેશમાં વીકેન્ડ લોકડાઉન લાગુ છે, જે સોમવાર સવારે 7 વાગ્યે ખતમ થશે. આ વચ્ચે ચર્ચા છે કે સરકાર લોકડાઉનનો સમય વધારી શકે છે. પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી જય પ્રતાપ સિંહે રવિવારે કહ્યું કે મુખ્યમંત્રી સાથે અમારી દરરોજ વર્ચ્યુઅલ બેઠક થાય છે. કેસની સંખ્યાને જોતા દરેક જિલ્લામાં કઈ પ્રકારે વ્યવસ્થા થઈ રહી છે, તેને ધ્યાનમાં રાખતા આ મુદ્દે નિર્ણય લેવામાં આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here