Wednesday, October 20, 2021
Homeઅમદાવાદગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રદિપસિંહના આશીર્વાદ સાથે સવા કલાક લેસન લીધું

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રદિપસિંહના આશીર્વાદ સાથે સવા કલાક લેસન લીધું

ગુજરાત સરકારના નવા મંત્રીઓ આજે ચાર્જ સંભાળવા લાગ્યા છે. ભાજપના સૌથી યુવા ગૃહ રાજ્યમંત્રી બનેલા હર્ષ સંઘવીએ પણ આજે કાર્યભાર સંભાળી લીધો છે. હર્ષ સંઘવીએ ખુરશી પર બેસવાનું પણ મુહૂર્ત કઢાવ્યું હતું અને તેઓ બરાબર 1 કલાક અને 10 મિનિટે ખુરશી પર બેઠા હતા. આ સાથે જ તેમણે પોતાની કાર્યશૈલીને લઈ કેટલાક સંકેતો આપી દીધા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાતના તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓએ મારી પાસે પોતાનો પરિચય (કોલ ઓન) આપવા આવવું નહીં અને ખોટો સમય બગાડવો નહી. હું રૂબરૂ મુલાકાત લઈશ. આમ તેમણે આડકતરી રીતે કોઈ ખુશામત કરવા નહીં આવે તેવો સંકેત આપી દીધો છે.

‘પ્રદિપસિંહ પાસેથી કઈ રીતે કામ કરવું તે માટેની સમજ કેળવી’

તેમણે આગળ કહ્યું કે, આજે સવારે જ મેં રાજ્યના પૂર્વ ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહના આશીર્વાદ લઈને સવા કલાકનું લેસન લઈને નવી જવાબદારી સંભાળવા આવ્યો છું. આજે મારા સિનિયર અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પાસેથી સવા કલાક સુધી લેસન લીધું છે અને કઈ રીતે કામ કરવું તે માટેની સમજ કેળવી છે.

‘આ કોઈ હોદ્દો નહીં, એક જવાબદારી છે’

ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ગુજરાતભરના લોકોને વિનંતિ કરી છે કે, આ કોઈ હોદ્દો નથી કે સેલિબ્રેશનનો મોડ નથી. આ એક જવાબદારી છે અને આ જવાબદારીને સારી રીતે નિભાવવા માટે મેં સૌને અપીલ કરી છે કે, કોઈપણ પ્રકારના બુકે કે ભેટ સોગાદ સાથે આપ અહીં આવવાને બદલે સમય બચાવવા માટે ઈ-મેલના કે અન્ય ટેકનોલોજિકલ માધ્યમથી આપની ઈચ્છા દર્શાવી શકો છો. અમારા સૌ વડીલો જેમણે અહીં કામ કર્યું છે તે તમામને વંદન કરું છું. તેમણે શરૂ કરેલા કાર્યોને આગળ વધારવા પ્રયાસો કરીશું. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનુ છું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો પણ આભાર માનુ છું.

ભાજપના સૌથી નાની વયના ગૃહ રાજ્યમંત્રી

ગુજરાતના ગૃહરાજ્યમંત્રી તરીકે સુરતના મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ કાર્યભાર સંભાળી લીધો છે. હર્ષ સંઘવી વર્તમાન સરકારમાં સૌથી નાની વયના મંત્રી તો છે જ, સાથે સાથે તેમણે ગુજરાત ભાજપના ઈતિહાસમાં પણ સૌથી નાની વયના ગૃહ રાજ્યમંત્રી બનવાનો પણ રેકોર્ડ કર્યો છે. અગાઉ વર્ષ 2002માં અમિત શાહે સૌથી નાની 37 વર્ષની વયે આ પદ મેળવ્યું હતું. જ્યારે આઠ પાસ હર્ષે ગુજરાત ભાજપનો રેકોર્ડ તોડીને 36 વર્ષની વયે આ પદ હાંસલ કર્યું છે. જો કે બિનભાજપી સરકારમાં ગુજરાતમાં સૌથી નાની 35 વર્ષની ઉંમરે નરેશ રાવલ ગૃહરાજ્યમંત્રી બન્યાં હતાં.

હર્ષ રમેશકુમાર સંઘવીના પિતા પણ વેપાર સાથે સંકળાયેલા છે. શ્રીનગરના લાલચોકમાં 2011માં તિરંગો ફરકાવીને ચર્ચામાં આવ્યાં હતાં. છેલ્લી બે વિધાનસભાની ચૂંટણીઓમાં જંગી બહુમતિથી જીતિને આજે સૌથી નાની વયે 36 વર્ષની ઉંમરે ગૃહ રાજ્યમંત્રી બન્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments