Categories
દેશ

મંત્રીએ લીધી રસી થયા સંક્રમિત..! આ રસી કોરોના મટાડવા માટે છે કે પોઝિટિવ માટે ?

15 દિવસ પહેલા કોવિડ-19ની રસી લેનાર હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેઓએ ખુદ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, હું કોરોનાથી સંક્રમિત થયો છું. હાલ સિવિલ હોસ્પિટલ અંબાલા કેન્ટમાં દાખલ થયો છું. જે લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તેઓને સલાહ છે કે, પોતાનો કોરોના ટેસ્ટ કરાવે.

મોટી વાત એ છે કે, અનિલ વિજે કોવેક્સીનના ટ્રાયલમાં વોલિન્ટિયર તરીકે Covaxin ની રસી લીધી હતી. તેના બાદ પણ તેઓ કોરોનાથી સંક્રમિત થયા છે.

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે વિજ સંક્રમિત થતા દુખ વ્યક્ત કર્યુ છે. તેમણે ટ્વીટ કરીને કહ્યુ, ગૃહમંત્રીજી, તમારા કોરોના સંક્રમિત થવાના સમાચાર મળ્યા. મને વિશ્વાસ છે કે તમે પોતાની દ્રઢશક્તિથી આ બીમારીને જલદી માત આપશો. ઈશ્વરને તમારા જલદી સાજા થવાની પ્રાર્થના કરુ છું.

20 નવેમ્બરે વિજને કોરોનાની વેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલમાં ડોઝ આપવામાં આવ્યો હતો. વિજે ખુદ કોરોના વેક્સિનની ટ્રાયલ માટે વોલેન્ટિયર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 20 નવેમ્બરે હરિયાણામાં કોવાક્સિનની ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ થઈ હતી. આ દરમિયાન અનિલ વિજે રસી લગાવી હતી. વિજની સાથે 200 વોલેન્ટિયર્સને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે 28 દિવસ બાદ વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવશે. ભારત બાયોટેક કંપની આઈસીએમઆરની સાથે મળીને કોરોનાની વેક્સિન કોવાક્સિનનું નિર્માણ કરી રહી છે. પીજીઆઈ રોહતક દેશના તે ત્રણ સેન્ટરોમાંથી એક છે જ્યાં ત્રીજા તબક્કાની ટ્રાયલમાં રસી લગાવવામાં આવી રહી છે. કંપનીએ દાવો કર્યો કે, આ રસી 90 ટકા અસરકારક થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *