તેલંગાણા : કોરોના વાઈરસની અફવાનો અંત લાવવા પ્રધાનોએ મંચ પર ચિકન ખાધુ

0
17

હૈદરાબાદઃ ચીનમાં કોરોના વાઈરસને લીધે મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે ત્યારે તેને લગતી અફવા પણ ઝડપથી ફેલાઈ રહી છે.બીજીબાજુ તેલંગાણામાં પણ એવી અફવા ફેલાઈ છે કે ચિકનથી કોરોના વાઈરસનું સંક્રમણ થાય છે. આ અફવાનો અંત લાવવા માટે તેલંગાણાના કેટલાક પ્રધાનોઓએ એક મંચ પર સૌની સામે ચિકન ખાધુ હતું.

હકીકતમાં તેલંગાણાના પ્રધાન કેટી રામા રાવ, એટેલા રાજેન્દ્ર, તલસાણી શ્રીનિવાસ યાદવ અને અન્ય કેટલાક નેતાઓએ ગઈકાલે હૈદરાબાદમાં મંચ પર ચિકન ખાધુ હતું, જેથી એવી અફવાનો અંત લાવી શકાય કે કોરોના વાઈરસ ચિકન અને ઈંડાથી ફેલાય છે.અત્રે ઉલ્લેખનીય છે કે ચીનના વુહાન શહેરમાંથી આ વાઈરસ ફેલાયો હતો. ત્યારબાદ તેનાથી પીડિત દર્દી થાઈલેન્ડ, સિંગાપોર, જાપાનમાંથી નોંધાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here