Wednesday, September 29, 2021
Homeમંત્રીનો દાવો : ત્રણ તલાકનો કાયદો દેશમાં આવ્યા પછી કેસમાં 80%નો ઘટાડો
Array

મંત્રીનો દાવો : ત્રણ તલાકનો કાયદો દેશમાં આવ્યા પછી કેસમાં 80%નો ઘટાડો

કેન્દ્રના લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વીએ કહ્યું છે કે ત્રણ તલાકનો કાયદો દેશમાં આવ્યા પછી આ પ્રકારના કેસમાં 80%નો ઘટાડો નોંધાયો છે. આ કાયદો આવ્યાના બે વર્ષ થવા નિમિત્તે દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં નક્વીએ કહ્યું કે કાયદો આવ્યો તે પહેલા ઉત્તર પ્રદેશમાં 63 હજાર કેસ નોંધાયા હતા.

અબ્બાસ નકવી - ફાઇલ તસવીર - Divya Bhaskar

આ કાયદો આવ્યા પછી તે ઘટીને 221 થઈ ગયા છે. તેવી જ રીતે બિહારમાં પણ માત્ર 49 કેસ નોંધાયા છે. ત્રિપલ તલાક કાયદો હવે ક્રિમિનલ એક્ટ બની ગયો છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાनोનો ઉકેલ લાવ્યા. 370ની કલમ હટાવી અને મહરમ કાયદો ખતમ કર્યો. પરિણામે 3500થી વધુ મુસ્લિમ મહિલાઓ મહરમ વિના હજ યાત્રા કરી શકી છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે મુસ્લિમ મહિલા અધિકાર દિવસ મહિલાઓની ભાવના અને સંઘર્ષને સલામ કરવા માટે છે.

કાયદા હેઠળ 3 વર્ષની સજા
ત્રિપલ તલાક બિલ 30 જુલાઈ 2021ના રોજ રાજ્યસભામાં પસાર થયું હતું. આ બિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બીજા જ દિવસે મંજૂરી આપી હતી. આ કાયદા હેઠળ દોષિત પુરુષને ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે. સાથે જ પીડિત મહિલા પોતાના અને સગીર બાળકો માટે ગુજરાન ભથ્થુ માંગી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments