હળવદમાં સગીરા સાથે દુષ્કર્મ:હું જ્યાં કહું ત્યાં આવવુ પડશે નહીંતર તારો વીડિયો વાઈરલ કરી દઇશ કહી યુવકે રેપ કર્યો, આરોપીએ દારૂ પી પીડિતાના ઘરે ધમાલ મચાવી હતી

0
12

પ્રતિકાત્મક તસવીર
  • યુવકના ત્રાસથી કંટાળી યુવતીએ આત્મહત્યા કરવાનું પણ વિચાર્યું હતું
  • યુવતીએ પહેલા છેડતીની અને બાદમાં હિંમત દાખવી દુષ્કર્મની ફરિયાદ નોંધાવી
  • બનાવ વખતે યુવતી સગીર વયની હોવાથી પોલીસે આરોપી સામે પોકસોની કલમ લગાડી તપાસ હાથ ધરી

હળવદના એક ગ્રામ્ય વિસ્તારમાં દુષ્કર્મની ઘટના સામે આવી હતી. જેમાં એક યુવાને યુવતીનો ફોટો પાડી વાયરલ કરવાની ધમકી આપી તેણી પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે. જો કે આ યુવક દુષ્કર્મનો પણ વીડિયો ઉતારીને યુવતીને તાબે થવા મજબૂર કરી બ્લેકમેઈલ કરતો હોવાની ફરિયાદ યુવતીએ નોંધાવી છે. બનાવ સમયે યુવતી સગીર વયની હોવાથી પોલીસે આરોપી સામે પોકસોની કલમ લગાડીને વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ આરોપીએ દારૂ પી પીડિતાની ઘરે ધમાલ મચાવી હતી.

યુવતીનો ફોટો વાઈરલ કરવાની ધમકી આપતો
હળવદના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીએ આરોપી વિશાલ પ્રવીણભાઈ એરવાડિયા નામના યુવાન સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે ,તે અગાઉ ધો.12 માં અભ્યાસ કરતી હતી તે સમયે તેની જ સાથે અભ્યાસ કરતો વિશાલે ધો.12ના વિદાય સમારંભ વખતે પોતાના મોબાઈલમાં યુવતીનો ફોટો પાડી લીધો હતો. ફોટો વાંધાજનક ન હતો.પણ આ યુવાનને ફોટાનું એડીટીંગ કરીને બીભત્સ બનાવીને આ ફોટો વાયરલ કરવાની ધમકી આપતો હતો.

બ્લેકમેઇલ કરી સંબંધ બાંધવા મજબૂર કરતો
યુવતી જ્યાં જાય ત્યાં તેનો પીછો કરીને રીતસર બ્લેક મેઈલ કરતો હતો. ફરિયાદમાં યુવતીએ જણાવ્યું છે કે, એકાદ વર્ષ પહેલા એટલે કે 28 ફેબ્રુઆરી 2020ના બે મહિના પહેલા ઘર પાછળ કુદરતી હાજતે જવા ગઈ ત્યારે આરોપીએ ત્યાં આવી ફોટો તથા રેકોર્ડિંગ વાયરલ કરી દેવાની ધમકી આપીને યુવતીનું યૌન શોષણ કર્યું હતું. બાદમાં યુવાન આ રીતે બ્લેકમેઈલ કરીને યુવતીને શરીર સબંધ બાંધવા મજબૂર કરતો હતો. આથી યુવતી તેનાથી કંટાળી આત્મહત્યા કરવાનું પણ વિચારી લીધું હતું.

હું જ્યાં કહું ત્યાં તારે આવવું પડશે
પણ આ યુવાન તેનો કેડો મુકતો ન હતો. તે જ્યાં નોકરી કરતી હતી ત્યાં પણ ફોન કરીને હું જ્યાં કહું ત્યાં તારે ફરવા આવવું પડશે, નહિતર તારી સાથેની અંગત પળોનો વીડિયો અને રેકોર્ડિંગ વાયરલ કરી દઈશ તેવી ધમકી આપીને યુવક તેણી સાથે શરીર સંબંધ બાંધતો હતો. આથી અંતે યુવતીએ તાબે ન થવાનું નક્કી કર્યું હતું. આથી યુવાન વધુ ઉશ્કેરાયો હતો અને તેણીના ઘરે જઈ દારૂ પીને ધમાલ મચાવી હતી. જો કે તે સમયે યુવતીએ છેડતીની ફરિયાદ નોંધાવી હતી અને હવે હિંમત એકઠી કરીને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આજે યુવાનને યુવતીના પરિવારજનો વિરુદ્ધ હુમલો કર્યાની પણ ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here