બનાસકાંઠા : દિયોદર પોલીસ મથકમાં PSO નું અરજદારો સાથે ગેરવર્તન 

0
228
દિયોદર પોલીસ મથકમાં PSO નું અરજદારો સાથે ગેરવર્તન 
એક ખાનગી ન્યુઝ ચેનલ નો રિપોર્ટર કામ અર્થે ગયો ત્યારે તેને પોલીસ મથક નો અહેસાસ થયો.
 
પોલીસ પ્રજાની રક્ષક છે અને પ્રજાના પ્રશ્નો સાંભળવા તે તેમની જવાબદારી છે. પરંતુ જો પ્રજા ગમે તે કામ માટે આવે તો તેને આશ્વાસન આપવાનું હોય કે તેને અડધૂત કરવાનો હોય આવું જ બન્યું છે.
દિયોદર પોલીસ મથક માં ઘણા સમય થી દિયોદર પોલીસ જાણે મનફાવે તેમ વર્તન કરી રહી છે તેનો અહેસાસ એક દિયોદરના ખાનગી ન્યુઝ ચેનલના રિપોર્ટરને થયો છે. એક રિપોર્ટર પોલીસ મથકમાં કામ માટે ગયો ત્યારે દિયોદર પોલીસ મથકમાં પી.એસ.ઓ તરીકે ફરજ બજાવતા સોમલાલ એ મીડિયા કર્મી ને અડધૂત કરી નાખ્યો હતો. જ્યારે મીડિયાકર્મી હોવાનું જણાવ્યું હોવા છતાં જાણે શાંતિથી વાત કરવા ના બદલે પી.એસ.ઓ એ ટેશન ડાયરીમાં નોંધ કરી લેવાનું કહી પોલીસ મથકના પી.એસ.આઈ ના ચેમર માં લઇ ગયો હતો.
જો કે પોલીસ અધિકારીએ સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. પરંતુ જ્યારે એક મીડિયાક્રમીને પહેલી વખત પોલીસ મથકનો કડવો અનુભવ થયો હતો. જો કે ઘણા સમયથી દિયોદર પોલીસ મથકમાં પણ અમુક પોલીસ કર્મચારીઓ પોતાની મનમાની ચલાવી રહા છે. ભૂતકાળમાં એક સારા અધિકારી તરીકે પી.ડી.સોલંકી અને તેમના સ્ટાફની કામગીરી થી પ્રજા ખુશ હતી. પરંતુ ઘણા સમયથી વર્તમાન સમય પોલીસ મથકમાં મુકવામા આવેલ પોલીસ સ્ટાફની મનમાની થી આમ પ્રજા ત્રાહિમામ પુકારી ઉઠી છે. એક મીડિયાકર્મીને જો આવી રીતે અડધૂત કરવામાં આવે તો વિચારો આમ પ્રજાનું શુ ?  જો આ બાબતે જિલ્લા પોલીસવડા દ્વારા આવા કર્મચારીઓને પ્રજા સાથે કેવી રીતે વાત કરવી તેવી શિખામણ આપે તે જરૂરી છે.
અહેવાલ : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here