દુષ્કર્મ : અડાજણમાં 31 વર્ષીય સિક્યુરિટી ગાર્ડનો સાડા ચાર વર્ષીય બાળકી પર બળાત્કાર કર્યો

0
0

અડાજણમાં નવી બાંધકામની સાઇડની બાજુમાં તૈયાર થયેલી બિલ્ડિંગમાં નોકરી કરતા સિક્યુરીટી ગાર્ડે સાડા ચાર વર્ષની બાળકીને ટેરેસ લઈ જઈ રેપ કર્યો હતો. અડાજણ પોલીસની સતર્કતાને કારણે બાળકી સહીસલામત મળી આવી હતી. અડાજણમાં નવી બંધાતી સાઇડ મજૂર કરી પેટીયું રળતા પરિવારની સાડા ચાર વર્ષની દીકરી ગુરુવારે બપોરે 2 વાગ્યે ગુમ થઈ હતી. પરિવારે બાળકીની 3-4 કલાક સુધી શોધખોળ કરી છતાં પત્તો લાગ્યો ન હતો.

બીજી તરફ અડાજણ પોલીસને સાડા ચાર વર્ષની બાળકી ગુમ થઈ હોવાનો મેસેજ મળ્યો હતો. આથી પીઆઈ સહિતના સ્ટાફે નવી બાંધકામની સાઇડ પર તેમજ આજુબાજુના વિસ્તારોમાં બાળકીની શોધખોળ કરી હતી. પોલીસની અન્ય ટીમે આજુબાજુના સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરી જેમાં એક વ્યકિત સિક્યુરિટી ગાર્ડનો ડ્રેસ પહેરી બાળકીને લઈ જતો દેખાય છે. ફુટેજ આધારે બાજુની બિલ્ડિંગમાં સિક્યુરિટી ગાર્ડ નોકરી કરતો હોવાની વાત સામે આવી હતી. આથી પોલીસ બાજુની બિલ્ડિંગની ટેરેસ પર પહોંચી ત્યારે રૂમમાંથી બાળકી બેભાન હાલતમાં મળી હતી.

બાળકીને પ્રાઇવેટ પાર્ટમાં ઈજાના નિશાન હોવાની આશંકા પોલીસને છે. જેને પગલે પોલીસે બાળકીને મેડિકલ પરિક્ષણ માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગઈ હતી. બીજી તરફ પોલીસને આરોપીના ફૂટેજ મળ્યા છે. આરોપીનું નામ શિવનારાયણ જયરાજસિંહ(31) છે અને તે મૂળ યુપીનો છે. અડાજણ પોલીસે મોડીરાતે ફરિયાદ લઈ બળાત્કારનો ગુનો નોંધવા માટેની તજવીજ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here