Saturday, April 20, 2024
Homeટંકારામાં 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ, બે સામે ફરીયાદ નોંધાઈ
Array

ટંકારામાં 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ, બે સામે ફરીયાદ નોંધાઈ

- Advertisement -

ટંકારા પંથકમાં પિતા વિનાની માસૂમ 15 વર્ષની તરુણી પર તેના જ ગામના એક શખ્સએ બળાત્કાર કર્યો હોવાની તેમજ તેને બીજા શખ્સે મદદ કરી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવામાં આવી છે.

આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારાના સાવડી ગામે 15 વર્ષની માસૂમ સગીરા પાણી ભરવા માટે ગઈ હોય. ત્યારે ગામના બે શખ્સોનો સૂતેલો શેતાન જાગ્યો હતો. અને એક યુવાને માસૂમને હવસનો શિકાર બનાવી હતી. અને આ દુષ્કર્મમાં અન્ય શખ્સે મદદ કરી હોવાની ફરીયાદ થતા પંથકમાં ખડભડાટ મચી ગયો છે.

આ ફરિયાદને પગલે ટંકારા પોલીસના પ્રોબેસ્નલ ASP અભિષેક ગુપ્તાએ ઘટનાની ગંભીરતા સમજી 376 /114 પોસકો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ પોલીસે તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. અને આરોપી પોલીસના હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે. આ બન્ને નરાધમો પર ગામમા ફિટકાર વરસી રહ્યો છે.

પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે, સગીરા પર એક યુવકે બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ કોઈ જોઇ ન જાય તે માટે એક શખ્સ બહાર ઉભો ઉભો ધ્યાન રાખતો હતો. સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવવા પોલીસ કાર્યવાહી હાથ ધરી છે. જોકે, હજુ સુધી બંને આરોપીઓના નામ સામે આવ્યા નથી. કોરોના રિપોર્ટ આવ્યા પછી બંનેની ધરપકડ કરાશે.

હાલ તો આ પિતા વિનાની માસુમ બાળકી પર બળાત્કાર કરનારા નરાધમોને સખત સજા કરવાની માંગ ઉઠી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular