ગત શુક્રવારે રાત્રે ખોખરા ગુરુજી બ્રિજ પર 11 વાગ્યે ઉમંગ દરજીની છરાના ઘા મારીને હત્યા કરી દેવાઈ હતી. યુવકની હત્યાના 24 કલાકમાં જ ઈસનપુર પોલીસે ગુનામાં સામેલ 3 યુવકો અને 2 સગીર છોકરીઓની પકડી લીધી હતી. એક આરોપી છોકરીને મોબાઈલ ફોન જોઈતો હતો. આ કારણે તેમણે ત્યાંથી પસાર થતા સૌથી પહેલા વ્યક્તિને પકડીને તેની હત્યા કરી નાખી. મોબાઈલ લૂંટ માટે ઉમંગ દરજીની 6 લોકોએ ભેગા થઈ હત્યા કરી હતી.
ત્યારે આ મામલે વધુ ચોંકાવનારી વિગત સામે આવી છે. પોલીસે બંને સગીરાનું મેડિકલ કરાવ્યું હતું. જેમાં એક સગીરાને 4 મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું છે.
સગીરા ગર્ભવતી હોવાનો રિપોર્ટ આવતા પોલીસે પોક્સોની કલમો હેઠળ જયમીન વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જેમા સગીરાએ ફરિયાદમાં ઉલ્લેખ કરાવ્યો છે કે, યુવકે લગ્નની લાલચ આપી તેની સાથે અવાર નવાર શરીર સંબંધ બાંધ્યા હતા. જે અંગે ઈશનપુર પોલીસે ગુનો નોંધી સગીરાના પ્રેમી જયમીન ઉર્ફે જય પંચાલ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
પોલીસે સગીરા પાસે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેની સાથે હત્યામાં સામેલ તેના પ્રેમી પેહલા તે અન્ય યુવક સાથે પ્રેમમાં હતી. અને તેના 2 મહિના પહેલા લગ્ન થતા તેને તે યુવક સાથે પ્રેમ પ્રકરણ પૂરો કરી નાંખયો હતો. પરંતુ 2 મહિના પહેલા તે યુવકે તેની સાથે સંબંધ હતો.